ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક કંપનીઓ આતુર

  • એક વર્ષમાં નિફ્ટીનું જે ટ્રેડિંગ સિંગાપોરમાં થતું હતું તે હવે અહીં થવા લાગ્યું
  • એકવાર નિયમો તૈયાર થઇ જશે તો પછી લિસ્ટિંગ પણ થવા લાગશે
  • હવે બહારના બ્રોકર્સ માટે રીમોટ ટ્રેડિંગની મંજુરી મળી

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક કંપનીઓ આતુર છે. જેમાં NSEના મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણ અમદાવાદની મુલાકાતે આ વાત કહી છે. માઇક્રોસોફ્ટ જેવી ક્રાઇસિસ માટે તમામે સિક્યોરિટી સિસ્ટમ ઊભી કરવી જરૂરી છે. તેમજ ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક ભારતીય કંપનીઓ આતુર છે.

આ પણ વાંચો: ગુજરાત: હવે IT રિટર્ન 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે, જાણો શું છે કારણ 

એકવાર નિયમો તૈયાર થઇ જશે તો પછી લિસ્ટિંગ પણ થવા લાગશે

ગૂજરાત વિદ્યાપીઠનો પદ્વીદાન સમારોહ યોજાયો હતો. આ તકે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે ગિફ્ટ સિટી, ભારતના સ્ટોક માર્કેટ્સ, ક્રાઇસિસ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી હતી. તેમણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX) વિષે જણાવ્યું કે, ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક ભારતીય કંપનીઓ આતુર છે. બજેટમાં તેના માટે મંજૂરી મળી છે અને ઓથોરિટી લિસ્ટિંગના ધોરણો (IPO માટેના) નિયમો બની રહ્યા છે. એકવાર નિયમો તૈયાર થઇ જશે તો પછી લિસ્ટિંગ પણ થવા લાગશે.

એક વર્ષમાં નિફ્ટીનું જે ટ્રેડિંગ સિંગાપોરમાં થતું હતું તે હવે અહીં થવા લાગ્યું

આશિષ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, ઇન્ડિયા INXને એક વર્ષ શરૂ થયું છે અને આ એક વર્ષમાં નિફ્ટીનું જે ટ્રેડિંગ સિંગાપોરમાં થતું હતું તે હવે અહીં થવા લાગ્યું છે. અત્યારે ભારતીય બ્રોકર્સ ટ્રેડિંગ કરે છે. હવે બહારના બ્રોકર્સ માટે રીમોટ ટ્રેડિંગની મંજુરી મળી છે એટલે ટૂંક સમયમાં ફોરેનના બ્રોકિંગ હાઉસ પણ ઇન્ડિયા INXમાં ટ્રેડિંગ કરી શકાશે. બહારના બ્રોકર્સને અહી લાવવા માટે વિદેશોમાં રોડ-શો પણ થઇ રહ્યા છે. તાજેતરમાં માઇક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે દુનિયાભરમાં અફરા તફરી થઇ ગઈ હતી. આ અંગે તેમણે કહ્યું કે, NSE પાસે ચેન્નાઈમાં મજબુત બેકઅપ સિસ્ટમ છે. કોઈ ક્રાઇસિસમાં NSEનું કામ અટકે નહિ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં સતત અપડેટ પણ કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના ગમે ત્યારે બની શકે તેને ધ્યાનમાં રાખીને બધાએ સિક્યોરિટી સિસ્ટમ ઊભી કરાવવી પડશે.

Back to top button