ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાઈકલો ડીસાના ભોયણમાં એક વર્ષથી ખાઈ રહી છે ધુળ

Text To Speech
  • NSUI દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી આંદોલનની આપી ચિમકી

બનાસકાંઠા 21 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્રના અધિકારીઓની વધું એક બેદરકારી બહાર આવી રહી છે. સરકારને બદનામ કરવાનો કારસો રચાયો હોય તેમ સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ વહીવટીતંત્રના અધિકારીઓ કેમ પાછી પાની કરી રહ્યા છે.

શાળા પ્રવેશોત્સવ 2023 અંતગર્ત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાઈકલોની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતાં આજદિન સુધી વિદ્યાર્થીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી નથી.

સરકાર દ્વારા ફાળવેલ સાઈકલો ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ આદર્શ નિવાસી વિ.જા કુમાર શાળામાં ખુલ્લા મેદાનમાં વરસાદી કાંટ ખાઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા NSUI ના પ્રમુખ હાર્દીકભાઈ પઢીયારે સાઈકલો જ્યાં હતી પડી તે સ્થળની રૂબરૂમાં મુલાકાત લઈ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં 15 ઓગસ્ટ 2024 સુધીમાં સાઈકલો વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા નદીમાંથી રેતી ભરીને દોડતાં વાહનો સામે ગ્રામ્ય મામલતદારની તવાઈ

Back to top button