અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં IAS ઓફિસરના પત્નીએ ઝેરી દવા પી લેતા સિવિલમાં દાખલ કારાયા

Text To Speech

ગાંધીનગર, 20 જુલાઈ 2024 શહેરમાં સેક્ટર-19 ખાતે રહેતા સિનિયર IAS ઓફિસરની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે IAS ઓફિસરની પત્નીને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને ICUમાં દાખલ કર્યા છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી રણજીત તેવરનાં પત્ની સુર્યાબેનને ઝેરી દવા પીધેલી હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝેરી દવાની વધુ અસર થતાં બેભાન અવસ્થામાં હોવાથી સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી આવી રહી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ અંગે સેકટર-21 પોલીસ મથકના સિનિયર પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું કે, સચિવાલય ખાતે ફરજ બજાવતા આઈએએસ અધિકારી રણજીત તેવરનાં પત્ની સુર્યાબેનની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. સુર્યાબેન બેભાન અવસ્થામાં હોવાથી પૂછપરછ થઈ શકી નથી. મામલતદાર અધિકારી સમક્ષ DD લેવાની તજવીજ કરેલી તેઓ આઈસીયુમાં દાખલ હોવાથી નિવેદન બાકી છે. તેમનું નિવેદન લીધા પછી જ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરવાનું ચોક્કસ કારણ જાણવા મળશે.

આ પણ વાંચોઃચૈતર વસાવાએ સવાલોના જવાબો નહીં મળતા કલેકટર ઓફિસ બહાર ધરણા કર્યા

Back to top button