ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આર માધવનની 21 દિવસની ફિટનેસ ચેલેન્જ, ડાયેટિંગ કે એક્સર્સાઈઝ વગર કર્યું વેઈટલોસ

  • આર માધવનની ફિટનેસ જર્ની ખરેખર આજના યુવાનોને પ્રેરણા આપે તેવી છે. આજની ફાસ્ટ અને સ્ટ્રેસ વાળી લાઈફમાં તમે સિમ્પલ લાઈફસ્ટાઈલ અપનાવીને ફિટ રહી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા અને ફિલ્મ નિર્માતા આર માધવન વધતી ઉંમર સાથે પણ ફિટ અને ડેશિંગ લાગે છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસ વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી. આજકાલના યુવાનોએ આ વાતો જાણવા જેવી છે. આર માધવનના ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આર માધવને 21 દિવસમાં વજન કન્ટ્રોલ કર્યું

આર માધવનની ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં તેના વધેલા વજનને જોઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા હતા. આર માધવન દ્વારા નિર્દેશિત ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ માટે વજન વધાર્યા બાદ તેણે પોતાના શરીરમાં થતા ફેરફારો વિશે ખુલીને વાત કરી છે. માધવને કહ્યું કે તેણે માત્ર 21 દિવસમાં જ સરળતાથી વજન ઘટાડ્યું છે.

આર માધવને જણાવ્યું તેનું રૂટિન

આર માધવનને પૂછવામાં આવ્યું કે 21 દિવસમાં વજન ઘટાડવું થોડું પડકારજનક છ? તેના જવાબમાં તેણે કહ્યું કે તે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરતો હતો. પોતાનું વજન કંટ્રોલમાં રાખવા માટે તે સોલિડને બદલે લિક્વિડ ફૂડ વધુ લેતો હતો. તે બહારનો ખોરાક કે જંક ફૂડ બિલકુલ ખાતો ન હતો. આટલું જ નહીં, તે સાંજે 6.45 વાગ્યે જ ડિનર કરી લેતો હતો.

સવારથી રાત સુધી આ હતો માધવનનો ડાયેટ પ્લાન

ઈન્ટિમેટ ફાસ્ટિંગ, 45-60 વખત ખોરાક ચાવવો અને વચ્ચે પાણી ન પીવું તેમજ સાંજે 6.45 પહેલા ડિનર કરી લેવું. રાંધેલો ખોરાક જ ખાવો. બપોરે 3 વાગ્યા પછી કાચો ખોરાક બિલકુલ ન ખાવો. સવારે વહેલા જાગી જવું અને ચાલવા જવું અને રાત્રે વહેલા અને ગાઢ ઊંઘ લેવી. અને બીજી એક વાત સૂતા પહેલા ફોન પર સમય ન વિતાવો. કારણ કે આ તમારી જીવનશૈલી માટે બિલકુલ સારું નથી. પુષ્કળ પાણી પીવો. લીલા શાકભાજી વધુ લો અને એવો ખોરાક ખાવ જે સરળતાથી પચી જાય. પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ ન ખાઓ.

આર માધવનના ચાહકોએ તેની ફિટનેસ જોઈને તેના ખૂબ વખાણ કર્યા હતા. તે જ સમયે, કેટલાક ચાહકોએ એમ પણ કહ્યું કે જો ઈન્ટિમેટ ફાસ્ટિંગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે હેલ્થ બગડી શકે છે.

આ પણ વાંચોઃ વધુ પડતું ચાલવાથી ફાયદો નહીં નુકસાન થશે, આ છે ઓવર વોકિંગની સાઈડ ઈફેક્ટ્સ

Back to top button