આજે ગુરુ પૂર્ણિમા, મા લક્ષ્મીને કરો આ રીતે પ્રસન્ન, કૃપા વરસશે
- ગુરુ પૂર્ણિમા પર વિધિ વિધાન પૂર્વક મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી પૈસા સાથે જોડાયેલી તકલીફોથી છુટકારો મળે છે
HD ન્યુઝ ડેસ્કઃ ગુરુ પૂર્ણિમા આજે 21 જુલાઈના રોજ છે. તેને અષાઢી પૂનમ પણ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. પૂર્ણિમા પર વિધિ વિધાન પૂર્વક મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી પૈસા સાથે જોડાયેલી તકલીફોથી છુટકારો મળે છે. ગુરુ પૂર્ણિમા પર કેટલાક ઉપાયો કરવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. જાણો આજે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરશો?
એકાક્ષી નારિયેળ
તમારા ઘરની દરિદ્રતાને દૂર કરવા ઈચ્છતા હો તો ગુરુ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને એકાક્ષી નારિયેળ ચઢાવો. તેનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેળ માતા લક્ષ્મીને અર્પણ કરો. ત્યારબાદ આગામી દિવસે આ નારિયેળને તિજોરી કે પૈસાના સ્થાન પર રાખી દો.
પલાશનું ફૂલ
ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીને પલાશનું ફૂલ ખૂબ જ પ્રિય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા પાઠ કરતી વખતે માતા લક્ષ્મીને પલાશનું ફૂલ ચઢાવો. ઘરમાં પલાશના ફૂલનો છોડ લગાવવાથી માતા લક્ષ્મી નિવાસ કરે છે અને ઘરની દરિદ્રતા દૂર થાય છે.
સોના-ચાંદીની ખરીદી
ગુરુ પૂર્ણિમાના દિવસે સોના-ચાંદી ખરીદવા શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે અને ઘરની સુખ-સમૃદ્ધિને વધારવા માટે શક્ય હોય તો આ દિવસે સોના કે ચાંદીની ખરીદી કરો.
આ પણ વાંચોઃ ગુરુ પૂર્ણિમાના દિવસે કરો બે કામ, ક્યારે છે અષાઢી પૂનમનું સ્નાન-દાન