સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ, 3 દિવસમાં 11 કલાક કરી પૂછપરછ
નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. EDએ આજે લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી. સોનિયા ગાંધીને કોઈ નવું સમન્સ જારી કરવામાં આવ્યું નથી. સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં લગભગ 11 કલાક પૂછપરછ કરવામાં આવી છે.
સોનિયા ગાંધીની ED દ્વારા મંગળવારે છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને આજે ફરીથી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા 21 જુલાઈના રોજ ED દ્વારા તેમની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ની માલિકીની કંપની ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’માં કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.
અધિકારીઓએ કહ્યું કે કોવિડ ફ્રેન્ડલી પ્રોટોકોલને અનુસરીને પૂછપરછ સત્રો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તેનું ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તેના ટોચના નેતૃત્વ સામે એજન્સીની કાર્યવાહીની નિંદા કરી છે અને તેને “રાજકીય બદલો અને ઉત્પીડન” ગણાવી છે.
વિરોધ કરી રહેલા નેતાઓને વિજય ચોક ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં સચિન પાયલટ, મનીષ તિવારી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં બુધવારે સંસદ ભવન બહાર દેખાવો કર્યા હતા, જે બાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. આ પછી તેઓ વિજય ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
A dictatorial atmosphere has prevailed in the country for the last few years and after this decision, the possibility of political misuse of ED by the Centre will increase further.
— Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2022
બીજી તરફ EDમાં સોનિયા ગાંધીની હાજરી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે ED દ્વારા દેશમાં ડ્રામા કરવામાં આવી રહ્યો છે. પહેલા તેમણે રાહુલ ગાંધીને બોલાવ્યા. તેની પાંચ દિવસ સુધી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ED દેશમાં આતંક ફેલાવી રહ્યું છે.