આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં ખામી કેમ સર્જાઈ હતી? CrowdStrike દ્વારા વિગતો જારી

સિલિકોન વેલી, 20 જુલાઈ, 2024: માઈક્રોસોફ્ટ સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે વિશ્વસ્તરે ઊભી થયેલી તંગદિલીના લગભગ 20 કલાક પછી એ સ્થિતિ ઊભી થવાનું કારણ જાણવા મળ્યું છે. માઈક્રોસોફ્ટ આઉટરેજ તરીકે ઓળખાવવામાં આવી રહેલી એ ખામી અંગે હવે CrowdStrike દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વિશ્વભરમાં ટ્રાન્સપોર્ટ, ફાઇનાન્સ અને મેડિકલ ઉદ્યોગોને અસર કરતી વૈશ્વિક IT આઉટેજ વિન્ડોઝ માટે સેન્સર કન્ફિગરેશન અપડેટને કારણે થયું હતું. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ્સ માટે સેન્સર કન્ફિગરેશન અપડેટ ખોટું થયું હતું પરિણામે આ ઘટનાને હવે ઇતિહાસમાં સંભવતઃ સૌથી મોટા IT આઉટેજ તરીકે ઓળખવામાં આવે છે.

ગઈકાલે શુક્રવારે 19 જુલાઈના રોજ CrowdStrike સોફ્ટવેર અપડેટમાં લોજિકની અર્થાત તર્કની ભૂલ થતાં IT આઉટેજ શરૂ થયું હતું. આ ભૂલને કારણે સિસ્ટમ ક્રેશ થઈ અને ‘ડેથ બ્લુ સ્ક્રીન’ની સ્થિતિ સર્જાઈ જે ઘણા લોકોએ તેમનાં ઉપકરણો પર જોઈ. ક્રાઉડસ્ટ્રાઇકે આઉટેજની તકનીકી વિગતો અંગે પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, લોજિક એરર હવે તો સુધારી લેવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં સિસ્ટમો સામાન્ય થઈ રહી છે. અસરગ્રસ્ત લોકો મોટાભાગે વિન્ડોઝ વર્ઝન 7.11 અને તેથી વધુ માટે ફાલ્કન સેન્સર ચલાવતા ગ્રાહકો હતા જેઓ 19 જુલાઈના રોજ અમુક સમયાંતરે ઓનલાઈન હતા.

CrowdStrike એ જણાવ્યું હતું કે સેન્સર કન્ફિગરેશન અપડેટ્સ એ “ફાલ્કન પ્લેટફોર્મની સુરક્ષા મિકેનિઝમ્સનો નિયમિત ભાગ” છે – તેના તમામ યુઝરની સુરક્ષા સેવા. “04:09 UTC પર અપડેટ કરવાનું કારણ એ હતું કે તાજેતરમાં સાયબર એટેક્સમાં સામાન્ય C2 ફ્રેમવર્ક દ્વારા ભળતાં નામોની પાઈપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તેથી તેની સામે બચાવ નવું કન્ફિગરેશન ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જોકે, કમનસીબે કન્ફિગરેશન અપડેટથી લોજિક એરર ટ્રિગર થઈ જેને પરિણામે ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશમાં પરિણમ્યું,” તેમ CrowdStrike જણાવ્યું છે. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ સાયબર એટેક નથી.

માઇક્રોસોફ્ટે અગાઉ કહ્યું હતું કે “વિન્ડોઝ ક્લાયંટ અને વિન્ડોઝ સર્વર ચલાવતા વર્ચ્યુઅલ મશીનો, ક્રાઉડસ્ટ્રાઇક ફાલ્કન એજન્ટ ચલાવે છે, તે બગ ચેકનો સામનો કરી શકે છે”. અસરનો અંદાજિત સમય 19 જુલાઈએ IST સવારે 9.39 વાગ્યા જેટલો વહેલો હોઈ શકે છે જે સમયે CrowdStrike અપડેટ રોલ આઉટ શરૂ થયું હતું. હવે કોઈ મુશ્કેલી પડતી હોય તો તેને ઠીક કરવા અને ફરી ઑનલાઇન થવા વિશે નવીનતમ માહિતી મેળવવા વપરાશકર્તાઓ CrowdStrike વેબસાઇટના બ્લોગ અથવા સપોર્ટ પોર્ટલની મુલાકાત લઈ શકે છે. તેઓ કંપનીનો સીધો સંપર્ક પણ કરી શકે છે, તેમ આ પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ મસ્કે ફરી એકવાર માઈક્રોસોફ્ટની ઉડાવી મજાક, CEO સત્ય નડેલા પર સાધ્યું નિશાન

Back to top button