અમદાવાદ, 20 જુલાઈ 2024, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે જ ધુમાડો ફેલાઈ ગયો હતો, જેને દૂર કરવાની અને કુલિંગની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ મોલમાં ત્રીજા માળે થિયેટર અને ઓફિસો પણ આવેલી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.
View this post on Instagram
થિયેટર અને ઓફિસોમાં રહેલાં લોકોને બહાર કઢાયા
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ, આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે થલતેજ ચાર રસ્તા પાસે આવેલા એક્રોપોલિસ મોલમાં બીજા માળે આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો બીજા માળના ફ્લોર સુધી ફેલાઈ ગયો હતો. મોલમાં આવેલા થિયેટર અને ઓફિસોમાં રહેલાં લોકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃવડોદરામાં સ્કૂલમાં ચાલુ ક્લાસે દીવાલ પડી, પાંચ વિદ્યાર્થી 10 ફૂટ નીચે પટકાયા