‘કેજરીવાલ જાણી જોઈને જેલમાં ઓછી કેલરીવાળો લઈ રહ્યા છે ખોરાક’, LG ઓફિસે લખ્યો પત્ર, જુઓ શું કહ્યું
- કેજરીવાલ ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલ ડાયટ ચાર્ટને અનુસરતા ન હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ
નવી દિલ્હી, 20 જુલાઈ : લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે યોગ્ય આહાર લેવામાં આવ્યો ન હતો. કેજરીવાલ ડાયટ ચાર્ટને અનુસરતા નથી.
ડોકટરો દ્વારા આપવામાં આવેલ ડાયટ ચાર્ટનું નથી કરી રહ્યા પાલન
પત્રમાં જેલ અધિક્ષકના અહેવાલને ટાંકીને લખવામાં આવ્યું છે કે એલજીએ મુખ્યમંત્રી દ્વારા સૂચવવામાં આવેલ તબીબી આહાર અને દવાઓનું સેવન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લે છે. તે ડોકટરો દ્વારા આપવામાં આવેલ ડાયટ ચાર્ટનું પાલન કરી રહ્યા નથી.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જુઓ શું આપી પ્રતિક્રિયા
એલજી ઓફિસ દ્વારા લખવામાં આવેલા પત્ર અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, ‘એલજી સાહેબ તમે શું મજાક કરી રહ્યા છો? શું કોઈ માણસ સુગર ઘટાડશે? જે ખૂબ જ જોખમી છે. એલજી સાહેબ, જો તમને રોગ વિશે ખબર ન હોય તો તમારે આવો પત્ર ન લખવો જોઈએ. ભગવાન ના કરે કે તમારા પર ક્યારેય એવો સમય આવે.
આ પણ વાંચો : EDની મોટી કાર્યવાહી, હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ, જુઓ શું છે સમગ્ર મામલો
બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિષીએ કહ્યું કે, ‘ભાજપ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ આઠ કરતા વધુ વખત 50 થી નીચે ગયું. તે કોમામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં બ્રેઈન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે.
દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષે જુઓ શું કહ્યું
દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટનો પત્ર સાર્વજનિક થઈ ગયો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોર્ટના આદેશ બાદ અરવિંદ કેજરીવાલને ઘરે બનાવેલું ભોજન આપવામાં આવે છે. 6 જૂન અને 13 જુલાઈ વચ્ચે જાણી જોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઇ રહ્યા છે. તેઓ સતત તેમના આહારમાં ઘટાડો કરે છે જેથી તેમનું વજન ઓછું થાય. કેજરીવાલ 21 દિવસ માટે જામીન પર હતા. આમ આદમી પાર્ટી માટે સવારથી સાંજ સુધી પ્રચાર કર્યો, મહેનત કરી અને દોડતા રહ્યા. ત્યારે તબિયત એકદમ ઠીક હતી. જેલમાં જવાના બે દિવસ પહેલા તેણે ડોળ કર્યો કે તેની તબિયત સારી નથી.
આ પણ વાંચો : ઇલોન મસ્કે PM મોદીને X પર 100 મિલિયન ફોલોઅર્સ થવા બદલ આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું