મસ્કે ફરી એકવાર માઈક્રોસોફ્ટની ઉડાવી મજાક, CEO સત્ય નડેલા પર સાધ્યું નિશાન
- માઇક્રોસોફ્ટના CEO નડેલાની આઉટેજ અંગે અપડેટ પોસ્ટ પર ઈલોન મસ્કે આપી પ્રતિક્રિયા
વોશિંગ્ટન, 20 જુલાઇ: 19 જુલાઈના દિવસને કોઈ ભૂલી શકે તેમ નથી, કારણ કે શુક્રવારે માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે વિશ્વભરના 95 ટકા કમ્પ્યુટર્સ બંધ થઈ ગયા હતા. તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. એરપોર્ટ, ટ્રેન, બેંક, ફ્લાઈટ્સ, ડિજિટલ પેમેન્ટથી લઈને સ્ટોક એક્સચેન્જો સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. જોકે, હવે સર્વર રિપેર થઈ ગયું છે, પરંતુ મોટી કંપનીઓને મોટું નુકસાન થયું છે. ત્યારે X CEO અને ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્ક માઇક્રોસોફ્ટના સર્વર ડાઉનટાઇમની સતત મજાક ઉડાવી રહ્યા છે. હવે તેમણે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની પોસ્ટ પર નિશાન સાધ્યું છે. હકીકતમાં, સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના આઉટેજને લઈને એક અપડેટ પોસ્ટ કરી હતી, જેના પર મસ્કે કટાક્ષમાં લખ્યું કે, તેના બંધ થવાથી ઓટોમોટિવ સપ્લાય ચેઈનને અસર થઈ છે.
This gave a seizure to the automotive supply chain
— Elon Musk (@elonmusk) July 19, 2024
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આક્રોશને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, ક્રાઉડસ્ટ્રાઈક, એક અમેરિકન એન્ટિ-વાયરસ કંપની દ્વારા સોફ્ટવેર અપડેટને કારણે વિશ્વની IT સિસ્ટમ્સને નુકસાન થયું છે.
સત્યા નડેલાની પોસ્ટ પર મસ્કે શું કહ્યું?
સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ગઈકાલે, CrowdStrike એ એક અપડેટ બહાર પાડ્યું જેણે વૈશ્વિક સ્તરે IT સિસ્ટમને અસર કરી. અમે આ મુદ્દાથી વાકેફ છીએ અને આ મુદ્દા પર CrowdStrike સાથે કામ કરી રહ્યા છીએ. અમે લોકોને ટેકનિકલ માર્ગદર્શન અને સમર્થન આપી રહ્યા છીએ જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમની સિસ્ટમ પર ઑનલાઇન કામ કરી શકે.
— Elon Musk (@elonmusk) July 19, 2024
— Elon Musk (@elonmusk) July 19, 2024
X CEO અને ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્કે નડેલાના અપડેટ પર ધ્યાન આપ્યું. તેમણે લખ્યું કે, ‘માઈક્રોસોફ્ટના બંધ થવાને કારણે ઓટોમોટિવ સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.’ અગાઉ, મસ્કે 15 કલાકથી સ્થગિત માઇક્રોસોફ્ટની મજાક ઉડાવી હતી. મસ્કે X પર વૈશ્વિક આઉટેજ અંગે ઘણા મેમ્સ પોસ્ટ કર્યા. મસ્કે X પર તેની 2021ની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું હતું કે, ‘Macrohard > Microsoft.’
આ પણ જૂઓ: ‘આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત..!’, માઈક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થતાં ઈન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ