દુકાનો પર નામ લખવાના વિવાદ પર બાબા બાગેશ્વરે આપ્યું મોટું નિવેદન, કહ્યું..
પન્ના, 19 જુલાઈ: 22 જુલાઈથી શરૂ થઈ રહેલી કાવડ યાત્રાને લઈને યુપીની યોગી સરકારે આદેશ જારી કર્યો છે કે કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનોના સંચાલકો અથવા માલિકોએ તેમની ઓળખ લખવી પડશે. સરકારના આ નિર્ણયની વિપક્ષી પાર્ટીઓ ટીકા કરી રહી છે તો હિન્દુ સંગઠનોએ તેનું સમર્થન કર્યું છે. આ દરમિયાન મધ્યપ્રદેશના પન્નામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે તેમણે યુપીના સીએમ યોગીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દુકાન પર નામ લખવાના નિયમનું કર્યું સમર્થન
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની આગવી શૈલીમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કાવડ યાત્રા દરમિયાન યાહૂ વાળાથી સાવધાન રહેવું જોઈએ. કેટલાક બાંગ્લાદેશી રોહિંગ્યાઓ તેમના નામ બદલીને સાવન મહિનામાં ગંગાના કિનારે આવી પહોંચે છે. આવા લોકોની હકીકત જાણવા માટે દુકાનો પર તેમના સાચાં નામ લખવા જોઈએ જેથી ખબર પડે કે માધવની દુકાન છે કે યાહૂ વાળાઓની છે.
કેમ દુકાન પર નામ લખવું જરુરી?
પન્નાના સિમરિયામાં કુંજ બિહારી શ્રી હરિવદાસ જી કથા જોવા આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથનો બચાવ કર્યો અને કહ્યું કે કાવરિયાઓની આસ્થા અને પવિત્રતા જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. કાવડ માર્ગ પર આવેલી ખાણીપીણીની દુકાનો સામે દુકાનદારોએ પોતાનું નામ અને ઓળખ જાહેર કરવી જોઈએ, જેથી સત્ય જાણી શકાય.
યુપી સરકારના આ આદેશ પર થઈ રહ્યો છે વિવાદ
કાવડ યાત્રા દરમિયાન કાવરિયાઓ ખાવાનું ખૂબ ધ્યાન રાખે છે. આને ધ્યાનમાં રાખીને યોગી સરકારે કહ્યું છે કે યાત્રાના રૂટ પરની દુકાનોના સંચાલકો અથવા માલિકોએ તેમની ઓળખ લખવી પડશે. તેમજ હલાલ પ્રમાણપત્રવાળા ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ખૂમચા ઉપર તેના માલિકનું નામ લખવું પડશે જેથી કાવડ તીર્થયાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.
આ પણ વાંચો: CM યોગીનો મોટો નિર્ણયઃ કાવડ યાત્રાની દુકાનો પર લખવું પડશે નામ, હલાલ ઉત્પાદનો પર કાર્યવાહી