એલોન મસ્કે 2021નું એક ટ્વિટ શેર કરી માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાની ઉડાવી મજાક
- એલન મસ્કે માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાથી મજાક ઉડાવી છે. આ સર્વર ડાઉન થવાના કારણે આખી દુનિયામાં હલ્લા બોલ જેવો માહોલ થયો
HD ન્યૂઝ ડેસ્ક, 19 જુલાઈ: સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટના સર્વરમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે દુનિયાભરની તમામ આઈટી સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ અચાનક ઠપ્પ થઈ ગયા છે. સ્થિતિ એવી છે કે દુનિયાભરની એરલાઈન્સ કંપનીઓ, બેંકો, સ્ટોક એક્સચેન્જ, વિદેશી રેલ સેવાઓ અને મીડિયા હાઉસ પણ તેનાથી બચી શક્યા નથી. આ ઘટના પર હવે દુનિયાના અમીર વ્યક્તિ Xના માલિક એલોન મસ્કે પણ માઈક્રોસોફ્ટની મજાક ઉડાવી છે.
મસ્કે ઉડાવી મજાક
એલોન મસ્કે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વર્ષ 2021 ની પોસ્ટને રીટ્વીટ કરી છે. આ ટ્વીટમાં તેમણે માઇક્રોસોફ્ટને માઇક્રોહાર્ડ કરતા ઓછી ગણાવી હતી.
— Elon Musk (@elonmusk) July 19, 2024
આ સાથે જ તેમણે અન્ય રી-ટ્વીટમાં એક ઇમોજી પણ શેર કરી છે જેમાં તેમણે X (અગાઉના ટ્વિટર)ને મહાન તરીકે વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ટ્વીટ @cb_doge નામથી એક યુઝરે શેર કર્યું હતું. મસ્કે આને રી-ટ્વીટ કર્યું છે.
અહીં જૂઓ પોસ્ટ:
— Elon Musk (@elonmusk) July 19, 2024
ન્યૂઝ ચેનલ પણ થઈ ગઈ બંધ
માઈક્રોસોફ્ટના સર્વર ડાઉન થવાના કારણે એક બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ પણ બંધ થઈ ગઈ હતી. બ્રોડકાસ્ટરના કાર્યકારી અધ્યક્ષ ડેવિડ રોડ્સે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સ્કાય ન્યૂઝ આજે સવારે લાઈવ ટીવી પ્રસારણ કરવામાં અસમર્થ હતું, આ સમયે અમે દર્શકોની આ અસુવિધા માટે માફી માંગીએ છીએ.
એરલાઇનની સિસ્ટમમાં પણ સમસ્યા
આ સિવાય દેશમાં મુંબઈ અને દિલ્હી બાદ વિદેશમાં ગોવા એરપોર્ટ અને જર્મની એરપોર્ટના સર્વરમાં સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દેશની સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને અકાસા એરલાઈન્સે પણ સિસ્ટમમાં ખામીઓ હોવાની જાણ કરી છે.
આ પણ વાંચો: “હેપ્પી વીકએન્ડ, આભાર માઇક્રોસોફ્ટ…” સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર