ટ્રેન્ડિંગમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચાલો બુધ ગ્રહ પર જઈએ, સપાટીથી નીચે 15 કિ.મી. સુધી ડાયમંડનું પડ હોવાનો દાવો

  • વૈજ્ઞાનિકોને બુધ ગ્રહની સપાટી નીચે વિશાળ માત્રામાં મળી આવ્યું ડાયમંડનું પડ
  • બુધ ગ્રહ પર મળી આવેલા હીરાનો અભ્યાસ કરીને બુધ ગ્રહની રચના અને તેના ચુંબકીય ક્ષેત્ર વિશે મેળવી શકાશે માહિતી

HD ન્યૂઝ ડેસ્ક, 19 જુલાઈ: બુધ ગ્રહ પર 9 માઈલ જાડા એટલે કે 14.48 કિલોમીટર સુધી ડાયમંડનું પડ મળી આવ્યું છે. આ સ્તર ગ્રહની સપાટીની નીચે છે. તાજેતરમાં નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ વાત પ્રકાશમાં આવી છે. આટલી માત્રામાં રહેલા હીરાને પૃથ્વી પર લાવી શકાતા નથી. પરંતુ તેમનો અભ્યાસ કરીને બુધની રચના અને તેના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી મેળવી શકાશે. બુધ ગ્રહની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે. સૌથી મોટું રહસ્ય તેનું ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીની સરખામણીમાં આ ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર ઘણું નબળું છે. કારણ કે આ ગ્રહ ઘણો નાનો છે. ભૌગોલિક રીતે સક્રિય નથી. તેની સપાટી ઘણી જગ્યાએ ઘેરા રંગની છે.

Thick Layer of Diamonds

પહેલા (a) ફોટામાં બુધ ગ્રહની રચનાના સમયથીના સ્તરો બતાવવામાં આવ્યા છે. જ્યારે તેની બાજુના (b) ફોટામાં ત્રણ સ્તરો બતાવવામાં આવ્યા છે, જેમાં તીર બતાવવામાં આવ્યું છે ત્યાંથી 15 કિલોમીટર સુધી ડાયમંડનું પડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ડાયમંડનો અભ્યાસ કરવાથી બુધ ગ્રહની મળશે વધુ જાણકારી

નાસાના મેસેન્જર મિશને સપાટી પર હાજર ઘેરા રંગને ગ્રેફાઇટ તરીકે ઓળખાવ્યો હતો. જે કાર્બનનું સ્વરૂપ છે. બેઇજિંગમાં સેન્ટર ફોર હાઈ પ્રેશર સાયન્સ એન્ડ ટેક્નોલોજી એડવાન્સ રિસર્ચના વૈજ્ઞાનિક યાનહાઓ લીએ કહ્યું કે બુધ ગ્રહના રહસ્યો તેના આંતરિક સ્તરો અને બનાવટનો અભ્યાસ કર્યા પછી જ જાણકારી મેળવી શકાશે.

15 કિ.મી. સુધી ડાયમંડનું પડ, એક મોટું રહસ્ય

યાનહાઓ લીએ કહ્યું કે અમને શંકા છે કે આ ગ્રહ અન્ય ગ્રહોની જેમ જ બન્યો છે. એટલે કે, ગરમ મેગ્મા પીગળી ગયા પછી. પરંતુ બુધ ગ્રહમાં મેગ્માનો આ સમુદ્ર કાર્બન અને સિલિકેટથી ભરેલો રહ્યો હશે. તેના કારણે જ આટલી મોટી માત્રામાં હીરા મળી આવ્યા છે. તે પણ સંપૂર્ણ નક્કર હીરા. વધુમાં તેમણે કહ્યું કે આંતરિક ભાગ મજબૂત ધાતુઓથી બનેલો હશે.

કેમ આટલી માત્રામાં ડાયમંડનું પડ છે?

2019 માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બુધ ગ્રહના આવરણ વિશે જેટલું વિચાર્યું હતું તેનાથી પણ 50 કિલોમીટર ઊંડું છે. મતલબ કે આના કારણે કોર અને મેન્ટલની વચ્ચે ઘણું દબાણ સર્જાતું હશે. જેના કારણે ગ્રહની અંદર રહેલું કાર્બન હીરામાં ફેરવાઈ રહ્યું હશે. તેથી જ બુધ ગ્રહ ઉપર ડાયમંડનું આટલું જાડું પડ મળી આવ્યું છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ ક્રેશ થતાં બ્રિટન સૌથી વધુ પ્રભાવિતઃ બેંકો, વિમાન સેવા, ટીવી બધું ઠપ

Back to top button