ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરી

ભારતીય સેનાએ LOCમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં આતંકીઓને ઠાર માર્યા, જૂઓ તસવીર

Text To Speech
  • છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણથી વાતાવરણ તંગ 

નવી દિલ્હી, 19 જુલાઇ: છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણના અહેવાલો બહાર આવી રહ્યા છે. આતંકવાદીઓ LOC પાર કરીને ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ભારતીય સેનાએ આતંકવાદીઓની આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. 18 જુલાઈના રોજ સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં LOC પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ માર્યા ગયેલા આતંકવાદીઓની તસવીર પણ બહાર આવી છે.

LOC
@LOC Indian Army

કેવી રીતે આતંકવાદીઓનો સામનો કરવામાં આવ્યો?

હકીકતમાં, ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ LOCની ભારતીય બાજુ પર ગીચ ઝાડીઓ વચ્ચે બે આતંકવાદીઓની હિલચાલ જોઈ હતી. જ્યારે આતંકીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી બંને તરફથી ઘણી ગોળીઓ ચલાવવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ માર્યા ગયેલા આતંકીઓની તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરમાં બે આતંકીઓ જમીન પર મૃત હાલતમાં પડેલા જોવા મળે છે.

LOC
@LOC Indian Army

હથિયારો પણ મળી આવ્યા

કેરન સેક્ટરમાં LOC પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. કેરન સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ઓપરેશન રાજબીર નામ આપવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે, અહેવાલોમાં ટોચના સૂત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પાસેથી મળેલા સ્ટીરી ઓગસ્ટ A1 હથિયારોનો ઉપયોગ પાકિસ્તાની SSG દ્વારા કરવામાં આવ્યો હતો.

પૂંછમાં છત પરથી ગ્રેનેડ મળ્યો

બીજી તરફ પૂંછ જિલ્લામાં સરકારી હોસ્પિટલના ક્વાર્ટરની છત પરથી એક ગ્રેનેડ મળી આવ્યો હતી. મળતી માહિતી મુજબ, એક મહિલા કોઈ કામ માટે ટેરેસ પર ગઈ હતી, જ્યાં તેણે ગ્રેનેડ જોયો. મહિલાએ સરકારી હોસ્પિટલના ક્વાર્ટર્સમાં ગ્રેનેડ હોવાની માહિતી પોલીસને આપી હતી, જેના પછી પોલીસે ગ્રેનેડનો કબજો મેળવ્યો હતો.

આ પણ જૂઓ: કાશ્મીરના ડોડામાં આતંકીઑને ઘણા દિવસોથી આશરો આપનાર મદદગાર પકડાયો, પાક. કનેક્શન 

Back to top button