ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

4 કરોડ અને તેનાથી વધુની કિંમતના મકાનોના વેચાણમાં 27 ટકાનો વધારો, જુઓ CBRE રિપોર્ટ

  • કુલ 8,500 વેચાયેલા મકાનોમાં દિલ્હી-NCR, મુંબઈ અને હૈદરાબાદનો હિસ્સો જ લગભગ 84 ટકા
  • દિલ્હી-NCRમાં સૌથી વધુ 3,300 લક્ઝરી હાઉસ વેચાયા
  • એપ્રિલ-જૂન, 2024માં $1.56 બિલિયનના 19 સોદા પર હસ્તાક્ષર કરાયા

નવી દિલ્હી, 19 જુલાઈ : મજબૂત માંગને કારણે દેશના સાત મોટા શહેરોમાં આ વર્ષના પ્રથમ છ મહિનામાં (જાન્યુઆરી-જૂન)માં રૂ. 4 કરોડ અને તેનાથી વધુની કિંમતના લક્ઝરી હાઉસનું વેચાણ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 8,500 યુનિટ થયું છે. જાન્યુઆરી-જૂન, 2023માં આ શહેરોમાં કુલ 6,700 લક્ઝરી હાઉસનું વેચાણ થયું હતું. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ CBRE એ જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે લક્ઝરી હાઉસનું સૌથી વધુ વેચાણ ત્રણ શહેરોમાં થયું છે જેમાં દિલ્હી-NCR, મુંબઈ અને હૈદરાબાદનો સમાવેશ થયા છે. કુલ 8,500 વેચાયેલા મકાનોમાં આ શહેરોનો હિસ્સો લગભગ 84 ટકા હતો.

CBREના CEO-ચેરમેન અંશુમન મેગેઝિને જુઓ શું કહ્યું?

CBREના CEO-ચેરમેન અંશુમન મેગેઝિને જણાવ્યું હતું કે, લક્ઝરી હાઉસના વેચાણમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે લોકો તેમની સમૃદ્ધ જીવનશૈલીને અનુરૂપ ઘર ખરીદવા માગે છે. આ વર્ષના બાકીના ભાગમાં રેસિડેન્શિયલ માર્કેટમાં મજબૂત ગતિની અપેક્ષા છે. જાન્યુઆરી-જૂનમાં દિલ્હી-NCRમાં સૌથી વધુ 3,300 લક્ઝરી હાઉસ વેચાયા હતા. વાર્ષિક ધોરણે આ 14 ટકા વધુ છે. મુંબઈમાં પણ વેચાણ 14 ટકા વધીને 2,500 યુનિટ થયું છે. હૈદરાબાદમાં વેચાણ 44 ટકા વધીને 1,300 યુનિટ થયું છે. ચેન્નાઈ અને કોલકાતામાં અનુક્રમે 100 અને 200 મકાનો વેચાયા હતા. પુણેમાં વેચાણ 450 ટકા વધીને 1,100 યુનિટ થયું હતું.

આ પણ વાંચો : દિલ્હીથી યુએસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, જુઓ ક્યાં કરાયું લેન્ડિંગ ?

એપ્રિલ-જૂનમાં $1.56 બિલિયનના સોદા

રિયલ એસ્ટેટ સેક્ટરમાં, એપ્રિલ-જૂન, 2024માં $1.56 બિલિયનના 19 સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ આંકડો અગાઉના ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)ના $200 મિલિયન કરતાં આઠ ગણો વધુ છે. ગ્રાન્ટ થોર્ન્ટને રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય રિયલ્ટી માર્કેટે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં મજબૂત ગતિવિધિ દર્શાવી છે. આ ઉછાળામાં ચાર મોટા મૂલ્યના સોદાઓએ મોટી ભૂમિકા ભજવી છે. પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સનું મૂલ્ય આ સમયગાળા દરમિયાન 8.5 ગણું વધીને $1439 મિલિયન થયું છે, જે અગાઉના ક્વાર્ટરમાં $168 મિલિયન હતું.

ટિયર-2 શહેરોમાં મકાનોના ભાવમાં ચાર વર્ષમાં 94%નો વધારો

હાઉસિંગની ઊંચી માંગને કારણે ટોચના 30 ટિયર-2 શહેરોમાં હાઉસિંગની કિંમત ચાર વર્ષમાં 94 ટકા વધી છે. ડેટા વિશ્લેષક કંપની પ્રોપઇક્વિટીએ 2023-24 માટે પ્રોજેક્ટ્સની સરેરાશ ઓફર કિંમતની 2019-20ના દરો સાથે સરખામણી કરી છે. આ ટોપ-10 માર્કેટમાં ભાવ 54 થી 94 ટકા વધ્યા છે. 6 શહેરોમાં ભાવ વધારો સિંગલ ડિજિટમાં હતો.

આ પણ વાંચો : જગન્નાથ મંદિરના રત્ન ભંડારની અંદર કોઈ ટનલ નથી, હાઈકોર્ટના જજે અંદરના કક્ષમાં સાત કલાક વિતાવ્યા

Back to top button