અમદાવાદઃ GCAS ની અણ આવડત; કે કા.શાસ્ત્રી કોલેજમાં વર્ગ અને વર્ગ દીઠ બેઠક વધારો કરવા વિરોધ સાથે કરાઈ રજૂઆત
અમદાવાદ 17 જુલાઈ 2024 : પૂર્વ વિસ્તારના સ્થાનિક મધ્યમ,ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હિત માં કે. કા. શાસ્ત્રી કોલેજમાં વર્ગ અને વર્ગ દીઠ બેઠક વધારો કરવા વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, મહેન્દ્ર બીજવા અને જીતેન્દ્ર કુશવાહ સહીત વાલીઓએ વિરોધ-પ્રદર્શન યોજી કોલેજનાં આચાર્યને રજૂઆત કરી હતી. સાથે તેઓ જણાવ્યું કે GCAS ની અણ આવડત, બીન કાર્યક્ષમ વહીવટ, બિન અનુભવ અને અક્ષમ્ય બેદરકારીના પરિણામે ઉંચી ટકાવારી ધરાવતા સ્થાનિક પ્રવેશથી વંચિત તેજસ્વી વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે
GCAS ની અણ આવડત: પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવ્યું
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ હમ દેખે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું GCAS પોર્ટલમાં ₹300 ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને ગુજરાતની તમામ સરકાર યુનિવર્સિટીઓમાં પ્રવેશની કામગીરી સોંપવામાં આવી હતી GCAS પોર્ટલમાં ગુજરાત યુનિવર્સિટીના અંદાજે ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ પહેલા રાઉન્ડ અનેક ક્ષત્તીઓના પરિણામે પુરુષ વિદ્યાર્થીને મહિલા કોલેજમાં પ્રવેશ વગેરે ગંભીર પ્રકારની ખામીઓ જોવા મળી હતી. ત્યારબાદ જીકાસ દ્વારા હાથ અધ્ધર કરી જવાબદારીથી મુક્ત થવા કોઈપણ જાહેરાત કે પ્રવેશ રજીસ્ટ્રેશન ઉમેદવારોને મેસેજ કર્યા વગર જે તે સરકારી યુનિવર્સિટીને પ્રવેશની કામગીરી સોંપવામાં આવી હતી પરિણામે આ અંગે વિદ્યાર્થીઓ અજાણ હોવાથી ૬૦ હજારમાંથી ફક્ત ૨૧૦૦૦ વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કર્યું હતું જેના પરિણામે ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને સારી સારી કોલેજમાં પ્રવેશ મળી ગયું અને ૮૦ ટકા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બન્યા એટલું જ નહીં જીકાસ દ્વારા નવા રજીસ્ટ્રેશન અને સુધારાં-વધારાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી તેમાં પણ રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને જે તે યુનિવર્સિટી અને કોલેજોમાં ઓફલાઈન ભરવાની જાહેરાત કરવામાં આવી ન હતી જેથી હજારો વિદ્યાર્થીઓ ઓફલાઈન પ્રવેશથી પણ ચૂકી ગયા છે તેનો ભોગ તેજસ્વી વિદ્યાર્થીઓ બન્યા છે ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં સૌથી મોટી કલંકીત ઘટનાનો ઇતિહાસ જીકાસે સર્જેયો છે
ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ્ વંચિત
અમદાવાદના પૂર્વ વિસ્તારના ખોખરા,અમરાઈવાડી,ભાઈપુરા ઇન્દ્રપુરી, ગોમતીપુર-રાજપુર, મણીનગર વગેરે વિસ્તારમાં મધ્યમ,ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને દૂર દૂરની કોલેજો અને સ્વનિર્ભર કોલેજો પોસાય તેમ ન હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સ્થાપવામાં આવેલ કે કા. શાસ્ત્રી કોલેજમાં ઉંચી ટકાવારી ધરાવતા તેજસ્વી સ્થાનીક વિદ્યાર્થીઓ પ્રવેશ્ વંચિત બન્યા છે તેઓની ઉજવળ ભાવી કારકિર્દી અંધકારમય બને તેમ છે માટે સ્થાનિક વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં બી.સી.એ, બી.બી.એ, અને બી.કોમ વર્ગ વધારો કરવા અને વર્ગ દિઠ બેઠકો વધારવા માટેની વિદ્યાર્થી-વાલીઅધિકાર ગ્રુપમાં પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ કે.કા. શાસ્ત્રી કોલેજમાં વિરોધ પ્રદર્શન યોજી કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
આ પણ વાંચો : ગાંધીનગરના દહેગામનો બનાવઃ કાર ચાલકે ટક્કર મારતા શિક્ષિકા હવામાં ફંગોળાયા