ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને વહેલી તકે સાયકલો મળે એ માટે સરકાર પ્રયત્નશીલ

Text To Speech
  • સાયકલનો હવાલો હાલમાં એજન્સી પાસે છે : નાયબ નિયામક

બનાસકાંઠા 18 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવતી સાયકલ સહાય બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુરના નાયબ નિયામક મનીષભાઈ સોલંકીએ ખુલાશો કર્યો છે.

તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલ હાલમાં એજન્સી હસ્તક છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે સામાજિક કલ્યાણ વિભાગ, પાલનપુર દ્વારા સાયકલની ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. રાજ્ય સરકારના ગ્રીમકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવેલ છે. સાયકલ વિતરણ માટે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા એસેમ્બલિંગ કરી સાયકલો જે તે જિલ્લામાં સોંપણી કરવામાં આવે છે. હાલમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ નથી. જેનો હવાલો એજન્સી પાસે છે. કન્યાઓને વહેલી તકે સાયકલો મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અને આ બાબતે સરકાર હકારાત્મક છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ અપાયા

Back to top button