બનાસકાંઠા : ડીસામાં પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ અપાયા
બનાસકાંઠા 18 જુલાઈ 2024 : ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહનચાલકોને ગુલાબનું ફૂલ તેમજ ટુ-વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ આપી ટ્રાફિક ના નિયમો પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
ડીસા શહેરમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા વાહનચાલકોને દંડકીય મેમા આપવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું.
ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે. બી. દેસાઈ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજી ફોર વ્હિલ વાહનચાલકોને સીટબેલ બાંધવા સહિત જરૂરી સૂચનાઓ અપાય હતી. જ્યારે ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જેમાં રોંગ સાઈડે તેમજ ઓવર સ્પીડ વાહન ન ચલાવવું ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે વાહન પાર્કિંગ કરવું ઉપરાંત લાયસન્સ વગર બાળકોને વાહન ન ચલાવવા દેવા પણ જણાવાયું હતું.
આ પણ વાંચો : અરવલ્લી : “ગુરુ ગીતા” કથા-સત્સંગનો મોડાસામાં શુભારંભ