ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુ પર હસનાર અમેરિકન પોલીસકર્મીને મળી સજા, બરતરફ કરવામાં આવ્યો

Text To Speech

વોશિંગ્ટન, 18 જુલાઇ : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ અસંવેદનશીલ ટિપ્પણી કરનાર અને હસનાર પોલીસ અધિકારીને બરતરફ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટનની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીની વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલા (23) 23 જાન્યુઆરીએ રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પોલીસના વાહને ટક્કર મારી હતી. આ વાહન કેવિન ડેવ નામના અધિકારી ચલાવી રહ્યા હતા.

ત્યારબાદ તે અન્ય કેસની તપાસ માટે ઝડપી ગાડી ચલાવતો હતો. વાહનની ટક્કર બાદ કંડુલા 100 ફૂટ દૂર ફેંકાઇ ગઈ હતી. સિએટલ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા બોડીકેમ ફૂટેજમાં, ઓફિસર ડેનિયલ ઓર્ડરરને ભયાનક અકસ્માત પર હસતાં અને કહેતા સાંભળવામાં આવે છે, “ઓહ, મને લાગે છે કે તે હૂડની ઉપર પડી છે, આગળની વિન્ડશિલ્ડ સાથે અથડાઈ અને પછી જ્યારે તેણે બ્રેક લગાવી, તે કારમાંથી પડી દૂર ફેંકાઇ ગઈ.. તે મરી ગઈ છે.

અનુશાસનાત્મક કાર્યવાહીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અસંવેદનશીલ ટિપ્પણીઓ કર્યા પછી ઓર્ડરર “ચાર સેકન્ડ માટે મોટેથી હસ્યો” એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે ઓર્ડરરની ટિપ્પણીઓએ કંડુલાના પરિવારને દુઃખ પહોંચાડ્યું હતું.

“પોલીસ અધિકારીની ક્રિયાઓએ સિએટલ પોલીસ વિભાગ અને અમારા સમગ્ર વ્યવસાય માટે શરમજનક છે. જે દરેક પોલીસ અધિકારીની નોકરીને વધુ મુશ્કેલ બનાવે છે.”

આ પણ વાંચો : ના પેટ્રોલ-ડીઝલ ના સીએનજી, શું જાપાને પાણીથી કાર ચલાવવામાં સફળતા મેળવી લીધી?

Back to top button