ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી : “ગુરુ ગીતા” કથા-સત્સંગનો મોડાસામાં શુભારંભ

Text To Speech
  • મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા કથા-સત્સંગ સાથે પાંચ દિવસીય ગુરુપૂર્ણિમા ઉત્સવ

અરવલ્લી 18 જુલાઈ 2024 : ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા ઉત્સવનું ખૂબ જ મહત્વ ગણાય છે. ગાયત્રી પરિવાર મોડાસા છેલ્લા 21 વર્ષથી ગુરુપૂર્ણિમા અગાઉ કથા-સત્સંગ સાથે ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે ગુરુપૂર્ણિમા અગાઉના ચાર દિવસ પહેલા “ગુરુ ગીતા” કથા-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું.

જે ૧૭ જુલાઈથી ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આ કથાનો શુભારંભ થયો. મુખ્ય યજમાન રજનીભાઈ પટેલના પહાડપુર ખાતેથી પોથીયાત્રા નીકળી કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ, ગીતાંજલિ સોસાયટી પહોંચી. કથા-સત્સંગના શુભારંભમાં વિશેષ યજમાન રજનીભાઈ પટેલ તથા જ્યોત્સનાબેન પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય , દેવપૂજન તથા પોથી પૂજન કરવામાં આવ્યું. કથાકાર પ્રજ્ઞાપુત્રી વર્ષાબેન આહિર (વડોદરા) દ્વારા સંગીતમય વાતાવરણમાં કથાનું રસપાન કરવામાં આવ્યું.

જે ૧૭ થી ૨૦ જુલાઈ ચાર દિવસ બપોરે ૧૨ થી ૪ આ કથા-સત્સંગ કાર્યક્રમ ચાલશે. માનવીય જીવનમાં ગુરુ- શિષ્યના પવિત્ર સંબંધનું મહત્વ વિષે માર્ગદર્શન સૌને મળે એવા ઉદ્દેશ્યથી આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લે પાંચમા દિવસ ૨૧ જુલાઈ રવિવારે ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬ થી ૧૧ દરમિયાન ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, ગાયત્રી મહાયજ્ઞ, ગુરુ સંદેશ, મંત્ર દિક્ષા, ગુરુપૂજન ત્યારબાદ ભોજન-પ્રસાદ સાથે ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે. આજ “ગુરુ ગીતા” કથા-સત્સંગના શુભારંભમાં મોડાસા તેમજ આસપાસના ગામથી પધારેલ ભાવિક ભક્તોએ પ્રજ્ઞાપુત્રી વર્ષાબેન આહિરની સંગીત સાથે ગામઠી સરળ શૈલીમાં રસપાન કર્યું.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાથી બહુચરાજી છેતાલીસમા પગપાળા સંઘનું પ્રસ્થાન

Back to top button