ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાથી બહુચરાજી છેતાલીસમા પગપાળા સંઘનું પ્રસ્થાન

Text To Speech
  • શ્રી બહુચર કુપા પગપાળા સંઘ દ્વારા કરાયું આયોજન

બનાસકાંઠા 18 જુલાઈ 2024 :  દર વર્ષની જેમ આ વર્ષે અષાઢ સુદ – ૧૨ ને તા. ૧૮ જુલાઇ ગુરુવારના રોજ માતાશેરી વિસ્તારમાં આવેલા મા અંબા-બહુચરનાં મંદિરેથી વહેલી સવારે ૫:૦૦ વાગ્યે પૂજા આરતી પ્રસાદ કરી ધજા સાથે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ સંઘના મુખ્ય દાતા તેમજ યજમાન તરીકે સ્વ. કાશીબેન કાળીદાસ રણછોડદાસ ભરતિયા પરીવાર દ્વારા ૩૦૦ થી ૪૦૦ ભાઈઓ બહેનો આ સંઘમાં જોડાયાં હતાં. શ્રી બહુચર કુપા પગપાળા સંઘના પ્રમુખ ઈશ્વરલાલ કાનુડાવાલા, રસીકલાલ લીંબુવાલા, અજયભાઈ ચોખાવાલા, નટુભાઈ હેરુવાલા (તલાટી), ઈશ્વરભાઈ (માસ્તર), વિપુલભાઈ બાંડીવાલા, હંસાબેન મહેસુરીયા, શોભનાબેન પાવાલા, વિગેરે આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી બતાવી સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સંઘ લેખરાજ ચાર રસ્તા થઈ વાડીરોડ ખાતે આવેલા મા અંબાના મંદિરે દર્શન કરી મારવાડી મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર, ચાવડીવાસ, રામચોક, ગાંધીચોક થઈને રૂપામાના મંદિરે દર્શન કરી ત્યાંથી પાંચ મહોલ્લામાં આવેલા વીરદાદાના મંદિરે દર્શન તેમજ પ્રસાદ લાભ લીધો હતો.

આ પ્રસંગે મોદી સમાજના આગેવાનો કનુભાઈ ભરતિયા, પ્રકાશભાઈ ભરતિયા, શાંતિલાલ હેરૂવાલા, વિનોદભાઈ પંચીવાલા, દેવચંદભાઈ હેરૂવાલા, મુકેશભાઈ પંચીવાલા, જગદીશભાઈ પથ્થરવાળા, પીનલભાઈ નાસરીવાલા, વિગેરે આગેવાનો ઉપસ્થિત રહી સંઘ ને જુનાડીસા તરફ રવાના કર્યા હતા.

ત્યાંથી આ સંઘ નવા ગામ ખાતે અંબાજી માતાના મંદિરે ભોજન પ્રસાદ કરી રાત્રી રોકાણ શ્રી બાબા રામદેવ મંદિર કિંમબુવા ખાતે કરશે, અષાઢ સુદ-૧૩ ને શુકવાર તા. ૧૯-૦૭-૨૦૨૪ ની વહેલી સવારે પ્રસ્થાન કરી પાટણ મુકામે પહોંચીને પાટણ શહેરમાં શોભાયાત્રા ફરીને ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે.

જ્યારે અષાઢ સુદ- ૧૪ ને શનિવારે તા. ૨૦ જુલાઈ’ ૨૪ ના રોજ મોઢેરા ખાતે મોઢેશ્વરી માતંગીમાના મંદિરે ભોજન પ્રસાદ કરીને રાત્રિ દરમિયાન આનંદ ગરબાની રમઝટ જમાવશે. અને રવિવારે બહુચરાજી ખાતે સવારે (૦૯:૦૦) વાગે પહોંચીને નગરમાં શોભાયાત્રા ફરીને મંદિરે ધજા ચઢાવવામાં આવશે.

આ પણ વાંચો :  ચાતુર્માસના ચાર મહિના ખાસ અપનાવજો આ નિયમો

Back to top button