ટોપ ન્યૂઝબિઝનેસ

ADB : FY25 માટે ભારતનો GDP વૃદ્ધિ દર અંદાજ સાત ટકા પર યથાવત, કૃષિ ક્ષેત્રમાં સુધારાની અપેક્ષા

Text To Speech
  • RBIએ ગયા મહિને વૃદ્ધિનું અનુમાન સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યું હતું
  • ભારતીય અર્થવ્યવસ્થાએ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 8.2 ટકાનો વૃદ્ધિ દર નોંધ્યો હતો

નવી દિલ્હી, 18 જુલાઈ : એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનો અંદાજ સાત ટકા પર જાળવી રાખ્યો છે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય ચોમાસાના અંદાજ કરતાં વધુ સારા ચોમાસાને જોતાં કૃષિ ક્ષેત્રમાં સુધારાની અપેક્ષા છે.

IMFએ પણ જીડીપી વૃદ્ધિ દરના અંદાજને સુધારીને સાત ટકા કર્યો

ADBનું આ અનુમાન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારત માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અંદાજને સુધારીને સાત ટકા કર્યો છે. IMFએ એપ્રિલમાં તે 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા મહિને વૃદ્ધિનું અનુમાન સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યું હતું.

આ પણ વાંચો : નાસાની આર્થિક સ્થિતિ બગડી? ચંદ્ર મિશનને ઝટકો, રોવર કાર્યક્રમ કર્યો રદ

ADOએ પણ સાત ટકાના દરે વૃદ્ધિનું લગાવ્યું અનુમાન

એશિયન ડેવલપમેન્ટ આઉટલુક (ADO)ની જુલાઈની આવૃત્તિ અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2024-25 (31 માર્ચ, 2025ના અંતે) સાત ટકાના દરે વૃદ્ધિ પામશે. એડીઓએ એપ્રિલ 2024માં અનુમાન લગાવ્યું હતું કે ભારત નાણાકીય વર્ષ 2025-26માં 7.2 ટકાના દરે વૃદ્ધિ કરવાના માર્ગ પર છે. ભારતીય અર્થવ્યવસ્થાએ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 8.2 ટકાનો વૃદ્ધિ દર નોંધ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં સાત ટકા હતો.

સારા ચોમાસાને જોતાં કૃષિ ક્ષેત્રમાં સુધારો થવાની અપેક્ષા

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “નાણાકીય વર્ષ 2022-23માં ધીમી વૃદ્ધિ પછી ઉપરોક્ત સારા ચોમાસાના અનુમાનોને જોતાં કૃષિ ક્ષેત્રમાં સુધારો થવાની અપેક્ષા છે. જૂનમાં ચોમાસાની ધીમી પ્રગતિ છતાં ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે કૃષિમાં સુધારો મહત્વપૂર્ણ રહેશે. વિકાસશીલ એશિયા માટે વૃદ્ધિ અનુમાન અંગે, ADOએ જણાવ્યું હતું કે તેને 2024 માટે પાંચ ટકા સુધી સુધારવામાં આવ્યું છે અને 2025 માટે તેને 4.9 ટકા જાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ, 2 જવાન શહીદ, ચાર ઘાયલ

Back to top button