ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
- કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે
- સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ભાવનગર તથા ગીર સોમનાથ, બોટાદ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે
ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં ગાજવીજની સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આપેલા 18મી તારીખના મેપ પ્રમાણે, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા,છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ સાથે રાજકોટ, જામનગરમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર તથા ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ખેડામાં પણ વરસાદની આગાહી છે.
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.