ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું

Text To Speech

બનાસકાંઠા 17 જુલાઈ 2024 : ડીસામાં તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાં નો એક મોહરમ તહેવાર છે. પયંગબર હઝરત મોહમ્મદ નાં પૌત્ર હજરત ઇમામ હુસેન કરબલાના મેદાનમાં યુધ્ધમાં શહીદ થયા હતા. તેણે ઈસ્લામ ધર્મના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ યુધ્ધ ના મેદાનમાં તેમની સાથે તેમના (૭૨) સાથીઓ પણ શહીદ થયા હતા.

આને લઈને મોહરમ નાં દિવસે ઈસ્લામ ધર્મના મુસ્લિમ બિરાદરો દર વર્ષેની જેમ આ વર્ષે મહોરમ નાં (૧૦) માં દિવસે ડીસા શહેર ના ડોલીવાસ વિસ્તારમાં આજે બુધવારે ના બપોરે ડોલીવાસ થી તાજીયાનું ભવ્ય જુલુસ નીકળી ઢેબરરોડ મારવાડી મોચીવાસ અંબાજી મંદિર થઈ લેખરાજ ચારરસ્તા થઈ શહેરના મુખ્ય માર્ગો આ જુલુસમાં ડોલીવાસ નાં સરકારી તાજીયા સાથે રાજપુર, ગવાડી, તેમજ માનતાના નાના મોટા ભેગા મળીને સાંજે રાજપુર ખાતે ઠંડા કરવામાં આવ્યાં હતાં આ પ્રસંગે પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો રસ્તામાં ઠંડા પીણાં સરબત નું વિતરણ કરવામાં આવ્યું હતુ. અને મુસ્લિમ બિરાદરો દ્વારા અવનવા કસરતો નાં દાવ કરવામાં આવ્યા હતા આમ શાંતિ નાં માહોલ માં કોઈ અનિચ્છનિય બનાવ ન બનતાં પોલીસ શાંતિથી રાહત નો શ્વાસ લીધો હતો શાંતિ થી તાજીયા જુલુસ સંપન્ન થયું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠા : ટોકરીયા માં અપહરણ કરાયેલ માસુમનો હત્યારો ઝડપાયો

Back to top button