બનાસકાંઠા : ટોકરીયા માં અપહરણ કરાયેલ માસુમનો હત્યારો ઝડપાયો
- જાતીય અડપલા નો વિરોધ કરતા અપહરણકર્તા એ માસુમ ને પતાવી દીધો
- સેન્ટ્રો કારમાંથી લોહી ના નિશાન મળી આવ્યા
બનાસકાંઠા 16 જુલાઈ 2024 : પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં રહેતા અગિયાર વર્ષ ના માસુમ મોહમ્મદ બીલાલભાઈ શેરસીયા નું ગત તારીખ 14 જુલાઈએ અપહરણ થયું હતું. ત્યારબાદ તેની ગામની સીમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના ના પગલે ગામમાં ભારે આક્રોશ હતો. દરમિયાન પરિવારજનોએ ગઢ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ ઘટના માં ટોકરીયા ગામનો જ શખ્સ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પોલીસને હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ના ફૂટેજ માં ગામના શંકાસ્પદ ઈસમ ફારુકભાઈ જમાલભાઈ દાઉવા હોવાનું જાણવા મળ્યું હતું
જેથી પોલીસે તેની શંકાસ્પદ સેન્ટ્રો ગાડી ની તપાસ કરી હતી, જેમાં લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ શખ્સની કડક પૂછપરછ કરતા તેને બાળક સાથે જાતીય અડપલા કરવા માટે તેનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું, જેથી તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં અડપલા કરતા મોહંમદ એ તેનો વિરોધ કર્યો હતો અને ઘરે જઈને કહી દેવાનું જણાવ્યું હતું. આમ અપહરણ કરનાર ફારુક દાઉવાને પોતાનો ભાંડો ફૂટી જશે તેવો ડર લાગતા મોહમ્મદની હત્યા કરી તેની લાશને અવાવરૂ જગ્યાએ નાખી તેના ઘરે જતો રહ્યો હતો. જેથી પોલીસે આ અંગેના પુરાવા મેળવી હત્યારા ફારૂકભાઈ જમાલભાઈ દાઉવા (મુસ્લિમ) ઉંમર વર્ષ 47 ની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હત્યારાને શોધવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી. જે. પ્રજાપતિ, એસ.ઓ.જી.પી.આઈ, સાયબર ક્રાઇમ ના અધિકારી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
આ પણ વાંચો : જૂના પહાડિયા ગામ વેચવાનો મામલોઃ પોલીસે 3 આરોપીને ઝડપ્યા, હવે કોંગ્રેસ મેદાને