‘Dear Husband, જો તમે બીજે ક્યાંક વ્યસ્ત છો, તો…’, UAEની રાજકુમારીએ ઇન્સ્ટાગ્રામ પર પતિને આપ્યા તલાક
દુબઈ, 17 જુલાઇ : દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની પુત્રીએ સોશિયલ મીડિયા પર તલાકની જાહેરાત કરી છે. મકતુમની પુત્રી શેખ મહરા બિન્તે બે મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો. મકતુમની પુત્રી શેખ મહરા બિન્તે તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મક્તૂમથી તેના તલાકની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતા કહ્યું, “ડિયર હસબન્ડ, જો તમે બીજે ક્યાંય વ્યસ્ત છો તો તમારે અન્ય લોકો સાથે જ વ્યસ્ત રહેવું જોઈએ. આ દરમિયાન, હું અમારા તલાકની જાહેરાત કરું છું. હું તને તલાક આપું છું. હું તને તલાક આપું છું અને હું તને તલાક છું. કાળજી રાખજો. તમારી ભૂતપૂર્વ પત્ની.
1994માં જન્મેલા મહરાએ ગયા વર્ષે 27 મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્નના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે માત્ર અમે ત્રણ જ છીએ.
View this post on Instagram
પરંતુ હવે છૂટાછેડાની જાહેરાત કર્યા પછી, તેણે તેની પુત્રી સાથેની તસવીર શેર કરી છે અને કહ્યું છે કે તેણે તેની પુત્રીનું નામ હિંદ રાખ્યું છે.
View this post on Instagram
UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે તાજેતરમાં જ તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો હતો. તેમણે તેમના પુત્ર, અમીરાતના ક્રાઉન પ્રિન્સ, યુએઈના સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. આ સિવાય તેમણે અન્ય ઘણા મંત્રાલયોમાં ફેરબદલની જાહેરાત કરી હતી.