તહેવારો ખૂબ જ નજીક છે, અને 107 નગરપાલિકાઓના 10,000થી વધારે કર્મચારીઓ પગાર વિહોણા છે: હેમંત ખવા
ગુજરાત 17 જુલાઈ, 2024 : આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની બાકી છે. જેના કારણે સ્થાનિક લેવલે કામકાજ ખૂબ ખોરંભે ચડ્યા છે. જેના કારણે છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી ગુજરાત રાજ્યની 107 નગરપાલિકાના પગાર ભથ્થા બાકી છે. એક બાજુ 10000થી વધુ કર્મચારીઓને પગાર બાકી છે અને બીજી બાજુ રાજ્ય સરકાર ખોટા ખોટા તાઈફાઓમાં પૈસા વેડફી રહી છે.
હજારો કર્મચારીઓને સાથે રાખીને આંદોલન કરાશે
હવે તહેવારો ખૂબ જ નજીકમાં છે, અને દુઃખદ બાબતએ છે કે 107 નગરપાલિકાઓના 10,000 થી વધારે કર્મચારીઓ પગાર વિહોણા છે. તો આજે મેં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પત્ર લખીને અપીલ છે કે વહેલીમાં વહેલી તકે આ કર્મચારીઓને તેમના પગાર ચૂકવવામાં આવે. જો આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે આગામી સમયમાં નાણા ચુકવવામાં નહીં આવે તો સ્થાનિક કક્ષાએ નગરપાલિકાઓના હજારો કર્મચારીઓની સાથે રાખીને આંદોલન કરવાની અમને ફરજ પડશે
આ પણ વાંચો : અમદાવાદઃ ગીર સોમનાથનાં RTI એક્ટિવિસ્ટ મહેશ મકવાણાને દાઝ રાખી લૂંટનો કેસ દાખલ કર્યો જાણો શું કહ્યું જીગ્નેશ મેવાણીએ?