ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું, જાણો શું છે વરસાદની આગાહી

Text To Speech
  • આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી
  • પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે
  • સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળશે. તેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં આગામી 3 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, દાહોદ તથા ખેડામાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી રેડ એલર્ટ અપાયું છે. તેમજ દ.ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ હોવાથી રેડ એલર્ટ છે.

પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે

ગીર સોમનાથ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ છે. તેમજ તાપી, ડાંગ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદ હોવાથી ઓરેન્જ એલર્ટ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ યલો એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, પાલનપુર, ડીસા સહિત ગાજવીજ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ હોવાથી ગાજવીજ સાથે ભારે વરસાદ રહેશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓફશોર ટ્રફ,સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે તથા પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિકલાકની રહેશે.

Back to top button