અમદાવાદ, 16 જુલાઈ 2024, NSUI પ્રમુખના અપહરણ અને મારામારીના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગણેશ ગોંડલ પર સંજય સોલંકીએ ઢોર માર માર્યા બાદ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એમાં પોલીસે તમામ 11 આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. છેલ્લા 40 દિવસથી જેલવાસ ભોગવી રહેલા ગણેશ ગોંડલ અને તેના સાથીઓનો જેલવાસ લંબાયો છે. કોર્ટમાં જામીન અરજી પરની સુનાવણી ટળી જતાં હવે વધુ સનાવણી આગામી સાતમી ઓગસ્ટે હાથ ધરાશે.
મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી
બે દિવસ પહેલા વિસાવદરના મોણપરી ખાતે દલિત સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દલિત સમાજના પ્રમુખે સમાજ પર થતા અત્યાચારોને લઈ આગામી 15 ઓગસ્ટના ગાંધીનગર મુખ્યમંત્રી, રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે ન્યાય નહીં મળે તો દલિત સમાજના 150થી વધુ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ આજે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃજૂનાગઢમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો, ગુજસીટોક હેઠળ ધરપકડની માગણી