અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારે GMERS કોલેજની ફી ઘટાડી, જાણો કયા ક્વોટામાં કેટલી ચૂકવવી પડશે

Text To Speech

ગાંધીનગર, 16 જુલાઈ 2024, ગુજરાતમાં GMERS મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો થતાં ભારે વિરોધ શરૂ થયો હતો. ત્યાર બાદ રાજ્ય સરકારે ફીમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતાં અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નવો પરિપત્ર કરાશે તેવી જાહેરાત કરી હતી.ત્યારે હવે રાજ્ય સરકારે રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. સરકારી ક્વોટામાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખ ફી રહેશે.

મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો કરાયો હતો
અગાઉ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી.મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.

MBBSની ફીમાં વધારાનો NSUI દ્વારા વિરોધ
રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા પણ લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચોઃકેનેડામાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓ માટે થશે આ ફેરફાર

Back to top button