ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, જુઓ ક્યાં કેટલા ઇંચ નોંધાયો?

Text To Speech
  • 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ તો નર્મદાના ગરૂડેશ્વરમાં 6 ઈંચ વરસાદ
  • આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ, 16 જુલાઈ : રાજ્યમાં ફરી મેઘરાજાએ જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 કલાકમાં ક્યાં-કેટલો વરસાદ નોંધાયો ?

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં 6 ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા 5 ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા 4 ઈંચ, નવસારીના ચીખલીમાં પણ 4 ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા 4 ઈંચ, સુરતના મહુવામાં પણ પોણા 4 ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા 3 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં પણ 3 ઈંચ, પંચમહાલના ગોધરા અને સુરતના પલસાણામાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : કેન્દ્ર-રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓની યાદી સાથે ચેડા કરવાનો કોઈ અધિકાર નથી, SCનું કડક વલણ

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સુરતના સિનોરમાં, અમરેલી તાલુકામાં, રાજકોટના ગોંડલમાં, પાટણના રાધનપુરમાં, આણંદ તાલુકામાં, જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ તો અરવલ્લીના ભિલોડામાં, આણંદના તારાપુરમાં, નવસારી તાલુકામાં, હિંમતનગરમાં, વિસાવદરમાં અને ગારીયાધારમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 31.93 ટકા વરસાદ

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ કુલ 31.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા, કચ્છ ઝોનમાં 39.10 ટકા, દ.ગુજરાત ઝોનમાં 37.65 ટકા, ઉ.ગુજરાત ઝોનમાં 21.52 ટકા અને મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ચંદ્ર પર મળી આવ્યા ભૂગર્ભ ગુફાના પુરાવા, ભવિષ્યમાં સંશોધકો માટે બની છે આશ્રય સ્થાન

Back to top button