ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Text To Speech
  • ગુજરાતના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો
  • દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
  • 9 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે

ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 9 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ તથા ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે હોય તેવુ લાગી રહ્યું છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ ભરુચના નેત્રંગમાં સાડા 7 ઈંચ વરસાદ અને ગરુડેશ્વર – નાંદોદમાં સાડા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે 9 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 51 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તો 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. સાથે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાત, વડોદરા, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદર તથા દ્વારકા, બોટાદમાં અતિભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.

Back to top button