સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે dedicated પોલિસીની જાહેરાત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની કરેલી સ્થાપનામાં સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાતથી દ્વારા સૂર પૂરાવતું ગુજરાત છે.
આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે.
- ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાની ઉપસ્થિતિમાં કરી છે.
- રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરી છે.
આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની યોજના છે.સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉદ્યોગો માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એક નવું સેમિકોન સિટી વિકસાવાશે.
- ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફ્રમેશન ટેક્નોલોજી મંત્રાલય(MeitY)ના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની પેટર્ન પર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઈ.એમ. નોડલ એજન્સી તરીકે કાર્યરત કરાશે.
- ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય[MeitY] હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન[ISM] દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
- આ પોલીસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન(ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ ૨૦૦ એકર જમીન ખરીદી પર ૭૫% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલ અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન પર ૫૦% સબસિડી અપાશે.
- આ પોલીસી અંતર્ગત તમામ પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂપિયા ૧૨પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદના આગામી પાંચ વર્ષ માટે વાર્ષિક ધોરણે ૧૦ ટકાના દરે પાણીના દરમાં વધારો કરવામાં આવશે.
- પોલીસી અંતર્ગત, પાત્ર પ્રોજેક્ટ્સ માટે ઉત્પાદનની શરૂઆતથી ૧૦ વર્ષના સમયગાળા માટે યુનિટ દીઠ રૂપિયા ૨ ની પાવર ટેરિફ સબસિડીની જોગવાઈ તથા ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ, ૧૯૫૮ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર તમામ પાત્ર પ્રોજેક્ટ્સ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.
- આ પોલીસી અંતર્ગત પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/વેચાણ/ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ ૧૦૦% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઑ ઝડપી રીતે મળી રહે તે માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિઝાઈન ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાષ્ટ્રીય હબ તરીકે ઉભરી શકે તે માટે વાઈબ્રન્ટ સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે અને ડિઝાઈન અને ઈનોવેશન ઈકોસિસ્ટમ રચવા માટે રાજ્ય પ્રયત્નશીલ છે.
વધુ વાંચો : બરવાળા લઠ્ઠાકાંડઃ અત્યાર સુધી કુલ 55ના મોત, સેટિંગનો ઓડિયો વાઇરલ થતા મહિલા ASI સસ્પેન્ડ