ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કોલેજના ઉદ્ઘાટન સમારોહમાં આ શું બોલી ગયા BJP ધારાસભ્ય, કહ્યું- ‘ડિગ્રીથી કંઈ નહીં થાય…’

  • ગુનામાં ‘પીએમ કોલેજ ઑફ એક્સેલન્સ’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પન્નાલાલ શાક્યએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘ડિગ્રી મેળવવાથી કંઈ નહીં થાય, મોટરસાઈકલ પંચરની દુકાન ખોલી દો’

મધ્યપ્રદેશ, 15 જુલાઈ: મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ડિગ્રી મેળવવાથી કંઈ નહીં થાય, મોટરસાઈકલ પંચરની દુકાન ખોલી દો. ધારાસભ્યએ આ નિવેદન એવા સમયે આપ્યું હતું જ્યારે તેઓ તેમના મતવિસ્તાર ગુનામાં ‘પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ’ના ઉદ્ઘાટન માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી રાજ્યના 55 જિલ્લાઓમાં ‘પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુણા સહિત સંબંધિત જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેતાજીએ શું કહ્યું?

ગુનામાં આયોજિત કાર્યક્રમમાં શાક્યએ કહ્યું, “અમે આજે ‘પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ’નું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. હું દરેકને એક વાક્ય ધ્યાનમાં રાખવાની અપીલ કરું છું કે આ કોલેજોની ડિગ્રીઓથી કંઈ થવાનું નથી. તેના બદલે, ઓછામાં ઓછું આજીવિકા મેળવવા માટે મોટરસાઇકલ પંચર રિપેર કરવાની દુકાન ખોલી દો.” ઇન્દોરમાં રવિવારે આયોજિત વિશાળ વૃક્ષારોપણની ઝુંબેશનો સ્પષ્ટ સંદર્ભ આપતાં શાક્યએ કહ્યું, “લોકો વૃક્ષો વાવે છે પરંતુ તેમને પાણી પૂરું પાડવા માટે સક્ષમ નથી આ અભિયાન અંતર્ગત ઈન્દોર શહેરમાં 24 કલાકમાં 11 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે.

અહીં જૂઓ વીડિયો:

 

પર્યાવરણીય પ્રદૂષણ અંગે વ્યક્ત કરી ચિંતા

બીજેપી ધારાસભ્યે કહ્યું કે સૌપ્રથમ માનવ શરીરનું નિર્માણ કરતા ‘પંચતત્ત્વો’ (પૃથ્વી, વાયુ, પાણી, સૌર ઉર્જા અને આકાશ)ને બચાવવા જોઈએ. નદીઓ અને નાળાઓના કિનારે સરકારી જમીન પર મોટા પાયે થયેલા અતિક્રમણ તરફ ઈશારો કરતા શાક્યએ કહ્યું, “પ્રદૂષણ અને પર્યાવરણ અંગે ચિંતા છે, પરંતુ આ દિશામાં (પંચતત્વ બચાવવા) કોઈ કામ કરી રહ્યું નથી. આજે વાવેલા રોપાની આપણે ક્યાં સુધી કાળજી રાખીશું અને તે વધે તેની ખાતરી કરીશું?

આ પણ વાંચો: કેજરીવાલ પોતે ઓછું ખાઈને વજન ઘટાડી રહ્યા છે, 2 કિલો ઘટાડ્યું: તિહાર પ્રશાસન

Back to top button