મોનસુન ટ્રાવેલ લવર્સ હોવ તો પહોંચી જાવ આ જગ્યાઓ પર, પાર્ટનર પણ થશે ખુશ
- જો તમે પણ મોનસુન ટ્રાવેલ લવર્સ હોવ તો રાજસ્થાનના આ સ્થળોની મુલાકાત તમને ખુશ કરી દેશે. રાજસ્થાનની મુલાકાત લઈને તમે વરસાદની અને ત્યાંના ખુશનુમા હવામાનની મજા માણી શકો છો
ઘણા લોકોને મોનસુનમાં ટ્રિપ કરવી ખૂબ ગમતી હોય છે. મોનસુન ટ્રાવેલની ખરેખર મજા જ અલગ હોય છે. જો તમે પણ મોનસુન ટ્રાવેલ લવર્સ હો તો રાજસ્થાનના આ સ્થળોની મુલાકાત તમને ખુશ કરી દેશે. રાજસ્થાનની મુલાકાત લઈને તમે વરસાદની અને ત્યાંના વેધરની મજા માણી શકો છો. સામાન્ય રીતે દરેક વ્યક્તિને પહાડોમાં ફરવાનું પસંદ હોય છે, પરંતુ વરસાદની સીઝનમાં ત્યાં જવું સલામત નથી. આ ઉપરાંત પહાડોમાં ભૂસ્ખલન અને નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાનો ભય છે. એટલા માટે લોકો ફરવા માટે પહાડોથી થોડી દૂરની જગ્યાઓ પસંદ કરે છે. રાજસ્થાનમાં તમને પ્રકૃતિના સુંદર નજારા અને ઐતિહાસિક ઈમારતો જોવાનો મોકો પણ મળશે. જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે સરળતાથી આનંદ માણી શકો છો. તમારા પાર્ટનર સાથે જશો તો તમારી રોમેન્ટિક ટ્રિપ પણ થઈ જશે.
ચિત્તોડગઢ
ચિત્તોડગઢને ભારતનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. મોટાભાગના લોકોએ આ કિલ્લાનું નામ સાંભળ્યું જ હશે. ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ મનમોહક હોય છે. આ કિલ્લાની ઊંચાઈથી આખા શહેરનો નજારો જોવા મળે છે. તમે અહીં વિજય સ્તંભ અને રાણી પદ્મિનીના મહેલની પણ મુલાકાત લઈ શકો છો. અહીં શાહી પરિવાર દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓની સુંદરતા પણ જોઈ શકાય છે.
ઉદયપુર
રાજસ્થાનનું ઉદયપુર શહેર તળાવોના શહેર તરીકે ઓળખાય છે. ચોમાસાની ઋતુમાં શહેરના તળાવોની સુંદરતા અને હરિયાળી તમને મંત્રમુગ્ધ કરી દેશે. ઉદયપુરમાં તમને ફરવા લાયક અનેક જગ્યાઓ મળશે. જેમાં પિચોલા તળાવ, જગ મંદિર, દૂધ તલાઈ ઉદયપુર અને સિટી પેલેસનો સમાવેશ થાય છે. જો આપણે સિટી પેલેસની વાત કરીએ, તો આ કોમ્પ્લેક્સ ઘણા કિલ્લાઓનો સમૂહ છે. આ સંકુલમાં એક મુખ્ય મહેલ છે, જેને ગાર્ડન પેલેસના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં તમને શીશ મહેલ, મોતી મહેલ, દિલકુશ મહેલ અને ફતેહ પ્રકાશ પેલેસ પણ જોવા મળશે.
માઉન્ટ આબુ
રાજસ્થાનનું આ એકમાત્ર હિલ સ્ટેશન છે, જે ખૂબ જ સુંદર છે. જો તમે અહીં જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમને દેલવાડા જૈન મંદિર, ટોડ રોક, અચલગઢ ફોર્ટ માઉન્ટ આબુ, નક્કી લેક, સનસેટ પોઈન્ટ, અચલેશ્વર મહાદેવજી મંદિર અને માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય જોવા મળશે. ચોમાસાની ઋતુમાં અહીં ઘણી હરિયાળી જોવા મળે છે. જેના કારણે અહીં દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. માઉન્ટ આબુ પરિવાર સાથે ફરવા માટે શ્રેષ્ઠ પ્લેસ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ જુલાઈ-ઓગસ્ટમાં ફરવા જવું છે? તો આ જગ્યા પર કરી શકશો એન્જોય