મુલતાની માટીથી અઠવાડિયામાં માત્ર બે વખત ધોવો વાળ, થશે આ ગજબના ફાયદા વિશે જાણો..
તમે મુલતાની માટી હેર પેકનો ઉપયોગ કરી શકો છે. તેને લગાવવાથી તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીએ કે મુલતાની માટીથી વાળ ધોવાથી શું-શું ફાયદા થાય છે.બધા સુંદર અને મજબૂત વાળ ઇચ્છે છે. પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણના કારણે વાળ જલ્દી ખરાબ થવા લાગે છે. ત્યારે મોટાભાગના લોકોને વાળ સંબંધિત આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે ઘણીવખત લોકો મોંઘા અને કેમિકલ યુક્ત હેર કેર પ્રોડક્ટ અથવા શેમ્પૂનો ઉપયોગ કરે છે પરંતુ તમે ઇચ્છો તો માત્ર મુલતાની માટીથી પણ વાળને સારા બનાવી શકો છો. આ માટે તમે મુલતાની માટી હેર પેકનો ઉપયોગ કરી શકો છે. તેને લગાવવાથી તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીએ કે મુલતાની માટીથી વાળ ધોવાથી શું-શું ફાયદા થાય છે.
મુલતાની માટીથી વાળ ધોવાના ફાયદા : વાળ સીધા કરવા : જો તમારા વાળ વાંકડિયા છે તો તમે મુલતાની માટીથી વાળ ધોઈ શકો છો. મુલતાની માટી વાળને સીધા કરવામાં મદદ કરી શકે છે. પરંતુ વધારે વાંકડિયા વાળ છે તો સંપૂર્ણ રીતે સીધા કરવામાં સમય લાગી શકે છે.
ઓઇલ ઓછું કરવા : કેટલાક લોકોના વાળ અને સ્કૈલ્પ ઓઇલી હોય છે. એવામાં મુલતાની માટીથી વાળ ધોવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુલતાની માટી સ્કૈલ્પમાંથી એક્સ્ટ્રા ઓઇલને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે મુલતાની માટીથી વાળ ધોવો છો તો તેનાથી વાળમાં ચીકણાપણું ઓછું કરવામાં મદદ મળી શકે છે.
વાળની સફાઈ કરો : મુલતાની માટીથી વાળ ધોવાથી વાળ અને સ્કૈલ્પની સારી રીતે સફાઈ થાય છે. આના કારણે વાળમાં જમા થયેલી બધી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય છે. બીજી તરફ, મુલતાની માટી વાળનું ક્ધડીશનીંગ પણ કરે છે.
બ્લડ સર્કુલેશનમાં વધારો : મુલતાની માટી લગાવવાથી સ્કૈલ્પમાં બ્લડ સર્કુલેશન ઝડપી બને છે. આના કારણે વાળના ફોલિકલ્સમાં લોહીના પ્રવાહમાં વધારો થાય છે, આ વાળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે.