ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેન ફરીથી CM બન્યા બાદ PM મોદીને મળ્યા, વિધાનસભા ચૂંટણીના આયોજનની અટકળો

  • હાલમાં જ CM અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જામીન પર જેલમાંથી આવ્યા છે બહાર 

નવી દિલ્હી, 15 જુલાઇ: ઝારખંડમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરીથી મુખ્યમંત્રી પદ સાંભળ્યા બાદ દિલ્હીમાં આજે સોમવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.  હાલમાં જ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. હવે આ ચૂંટણીની મોસમ વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને નેતાઓની મુલાકાત હવે ચર્ચાનો વિષય બની છે.

 

શા માટે થઈ મુલાકાત?

વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને દિલ્હીમાં PM આવાસ પર પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. હેમંત સોરેને પણ પીએમ મોદીને ગુલદસ્તો આપ્યો હતો. બીજી તરફ CM હેમંત સોરેને આ બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. તેમણે X પર લખ્યું કે, ” વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત થઈ.”

વિધાનસભા ચૂંટણી વહેલી યોજાઈ શકે છે

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયના બે મહિના પહેલા ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. આ સમયે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે શેડ્યૂલ હેઠળ આ બે રાજ્યોમાં ચૂંટણી પહેલાની મતદાર યાદીને અપડેટ અને રિવાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તે જ શેડ્યૂલ ઝારખંડમાં પણ અનુસરવામાં આવી રહ્યું છે. તેના આધારે ઝારખંડની ચૂંટણી પણ આ બે રાજ્યોની સાથે યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ચૂંટણીપંચની ટીમે કરી હતી મુલાકાત 

ભારતના ચૂંટણીપંચની ઉચ્ચ સ્તરીય ટીમે 10 અને 11 જુલાઈના રોજ ઝારખંડની મુલાકાત લીધી હતી. વરિષ્ઠ નાયબ ચૂંટણી કકમિશ્નર ધર્મેન્દ્ર શર્મા અને નિતેશ વ્યાસે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમાર અને તમામ 24 જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને મતદાર યાદી સુધારણા અને મતદાન મથકોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ જૂઓ: ભોજશાળા પર ASIએ 2000 પાનાનો રિપોર્ટ HCમાં રજૂ કર્યો, દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનો દાવો

Back to top button