શેરબજારમાં હરિયાળી, નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે, સેન્સેક્સ પણ 290 પોઇન્ટ ઉછળ્યો
- આઈટી અને ઈન્ફ્રા સંબંધિત શેર્સમાં ઉછાળો
- અમેરિકી ડોલર સામે રૂપિયો ચાર પૈસા નબળો પડીને 83.55 થયો
- વૈશ્વિક બજારોમાં ઉછાળાથી શેરબજારની મજબૂતી વધી
મુંબઈ, 15 જુલાઈ : આજે સોમવારે શરૂઆતી કારોબારમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી તેની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો, ત્યારે સેન્સેક્સ પણ લગભગ 290 પોઈન્ટ ઉછળ્યો હતો. વૈશ્વિક બજારોમાં ઉછાળાથી શેરબજારની મજબૂતી વધી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં બે લોકોએ બચત મંડળીઓના નામે રૂ.7 કરોડની છેતરપિંડી કરી
એચસીએલના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 290.46 પોઈન્ટ વધીને 80,809.80 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી 95.85 પોઈન્ટના વધારા સાથે 24,598 પોઈન્ટની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં એચસીએલના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. આ સિવાય આઈટી અને ઈન્ફ્રા સંબંધિત શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
અમેરિકી ડોલર સામે રૂપિયો ચાર પૈસા નબળો
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.20 ટકા વધીને US$85.20 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા હતા. બીજી તરફ વિદેશી બજારમાં અમેરિકન ચલણની મજબૂતી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે આજે સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ચાર પૈસા નબળો પડીને 83.55 થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે સ્થાનિક શેરબજારોમાં હકારાત્મક વલણ અને વિદેશી મૂડીના પ્રવાહે રૂપિયાને ટેકો આપ્યો હતો અને ઘટાડો મર્યાદિત હતો.
આ પણ વાંચો : આર્જેન્ટિનાએ કોલંબિયાને હરાવી 16મી વખત જીત્યો કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ