નેશનલહેલ્થ

મંકીપોક્સના કહેર વચ્ચે મળ્યા રાહતના સમાચાર! મંકીપોક્સના ટૅસ્ટ માટેની RT-PCR કીટ થઈ લોન્ચ

Text To Speech

મંકીપોક્સ વાયરસના રોજ નવા કેસ સામે આવતા પુરી દુનિયામાં હડકંપ મચી ગયો છે. જેની સાથે ભારતમાં પણ મંકીપોક્સ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ સાતર્ક બન્યું છે. તેવામાં મંકીપોક્સને લઈને આવ્યા રાહતના સમાચાર આવ્યા છે. ડાયગ્નોસ્ટિક કંપની Genes2Me દ્વારા મંકીપોક્સ વાયરસની તપાસ માટે આરટીપીસીઆર આધારીત કીટ લોન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા કરાયેલ દાવા મુજબ તેમની પીએક્સકયું મલ્ટિપલેક્ષ કીટ દ્વારા માત્ર 50 મિનિટના સમયગાળામાં જ મંકીપોક્સ અંગેના ટેસ્ટનું પરિણામ આપી શકશે.

ટેસ્ટ કીટ બનાવવાની કંપનીની ક્ષમતા

કંપનીના CEO અને સ્થાપક નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મંકીપોક્સના કહેરને લઈને હાલની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ RTPCR લોન્ચ કરવામાં આવી છે, જે સપષ્ટતા સાથે 50 મિનિટથી ઓછા સમયમાં પરિણામ આપશે .વધુમાં નીરજ ગુપ્તાએ જણાવ્યુ કે, અઠવાડિયામાં 50 લાખ ટેસ્ટ કીટ બનાવવાની કંપની તાકાત ધરાવે છે. વધુમાં સમયની માંગ સાથે દિવસમાં 20 લાખ ટેસ્ટ સુધી વધારી શકાવાની ક્ષમતા ધરાવે છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 75 દેશોમાંથી મંકીપોક્સના 16,000 થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પણ આ વાયરસના ચાર દર્દીઓ મળી આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ રોગચાળાને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
આ કીટ સામાન્ય રીતે ઉપલબ્ધ કોઈપણ RTPCR સાધનો માટે પ્રમાણભૂત ઉપકરણ તેમજ પોઈન્ટ-ઓફ-કેર ફોર્મેટ બંનેમાં ઉપલબ્ધ છે. કંપનીએ જણાવ્યું હતું કે, પોઈન્ટ-ઓફ-કેર સોલ્યુશનનો ઉપયોગ હોસ્પિટલો, એરપોર્ટ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ, આરોગ્ય શિબિરો સહિત બહુવિધ સ્થળોએ સ્ક્રીનીંગ માટે કરી શકાશે.

મંકિપોક્સના લક્ષણો પર 21 દિવસ સુધી નજર રાખો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્કથી 21 દિવસ (કેસની વ્યાખ્યા મુજબ) ચિહ્નો/લક્ષણોની શરૂઆત માટે ઓછામાં ઓછા દરરોજ સંપર્કોનું નિરીક્ષણ કરવું જોઈએ.

Back to top button