આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે અને તેમાંય તેલ અને દૂધમાં થતી ભેળસેળને કારણે ગંભીર રોગના કેસ ખૂબ જ વધી રહ્યા છે તેવામાં હવે જો કોઈ વ્યક્તિ દૂધમાં ભેળસેળ કરશે તો તેની ખેર નથી. કારણ કે અમરેલીની કામધેનૂ યુનિવર્સિટીમાં દૂધમાં ભેળસેળ ચકાસવા માટેની પદ્ધતિનું સંશોધન કરવામાં આવ્યું છે.
અમરેલી કામધેનુ યુનિવર્સિટી કોલેજ ઓફ ડેરી સાયન્સ દ્વારા નેનો ટેક્નોલોજી આધારિત દૂધમાં થતા ભેળસેળ ચકાસવા માટેની પદ્ધતિનું સંશોધન કરાયું…આ સંશોધન કરવા માટે ભારત સરકારના બાયો ટેક્નોલોજી વિભાગે ગ્રાન્ટ આપી હતી…છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ સંશોધન કાર્યરત હતું…ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રીસર્ચ દ્રારા હેકેથોન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…આ સ્પર્ધામાં દેશમાંથી કુલ ૧ હજાર ૯૭૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો..નેનો ટેક્નોલોજી દ્રારા મિલ્ક એડલ્ટ્રેશન ડીટેક્શન ડીપ સ્ટીકનું સંશોધન દૂધમાં થતી ભેળસેળ ટેસ્ટ માટેનું સંશોધન કરવામાં આવ્યું હતુ..જેમાં પ્રથમ ટેકનિકલ કન્સેપ્ટ એન્ટ્રીમાં ડેરી સાયન્સ કોલેજનું સંશોધન સમગ્ર ભારતમા પ્રથમ ક્રમાંકે આવ્યું હતુ..