આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીને ડ્રોન મારફત હિમાલય અને એવરેસ્ટનાં દૃશ્યો કેમેરામાં કેદ કર્યાં: જૂઓ VIDEO

HDNews, 14 જુલાઈઃ અનૈતિક વિસ્તારવાદી માનસિકતા ધરાવતું ચીન કેટલીક બાબતોમાં હંમેશાં આગળ રહે છે. આકાશ, જમીન, દરિયો, પર્વત અને પાતાળ આ દરેક જગ્યાએ વહેલામાં વહેલું પહોંચવું અને પછી એ જગ્યાઓ ઉપર પોતાનો દાવો ઠોકી દેવો એ 1950થી ચીની નીતિનો એક ભાગ રહ્યો છે. એ જ અનુસંધાને ચીનની ડ્રોન બનાવતી એક કંપનીએ તેના ડ્રોનનો પ્રયોગ હિમાલય પર્વત અને એવરેસ્ટ શિખરનાં દૃશ્યો કેમેરામાં કંડારવા માટે કર્યો છે. દુનિયાના સામાન્ય લોકો માટે તો આ દૃશ્યો એક અદ્દભૂત ભેટથી ઓછાં નથી કેમ કે આ તમામ સ્થળોએ મોટાભાગના લોકો જઈ શકવાના નથી. અને તેથી આ વીડિયો જ તેમના માટે એવરેસ્ટ ઉપર ચડાણ કરવા જેવો રોમાંચક બની રહેશે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ હંમેશા લોકોને આકર્ષ્યા છે. કેટલાક લોકો આકાશને સ્પર્શતા આ બરફીલા પર્વત શિખરો પર ચઢી જાય છે, પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. જેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર જઈ શકતા નથી, પરંતુ ત્યાંનો નજારો કેવો છે તે જાણવા માંગે છે હવે તેઓ આ સરળતાથી જાઈ શકશે. ચીનના એક ડ્રોને માઉન્ટ એવરેસ્ટની ટોચના કેટલાક ખાસ વીડિયો કેપ્ચર કર્યા છે. આ વીડિયો જોઈને તમે માઉન્ટ એવરેસ્ટની ઉપરની સપાટી કેવી દેખાય છે તેનો અંદાજ પણ મેળવી શકો છો.

જૂઓ અહીં એ વીડિયો-

ચીનના ટ્વિટર હેન્ડલ Yicaiએ માઉન્ટ એવરેસ્ટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માઉન્ટ એવરેસ્ટ તરફ જતાં હિમાલય પર્વતનો ખડકાળ ભાગ દેખાઈ રહ્યો છે. એવરેસ્ટની સમગ્ર સપાટી પર ઊંચા અને નીચા ખડકો દેખાય છે. તેનો સફેદ રંગ જોઈને અનુમાન લગાવી શકાય છે કે આખી સપાટી પર બરફનું પડ છે. આ વીડિયોને શેર કરતી વખતે ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ચાઈનીઝ ડ્રોન નિર્માતા ડીજેઆઈ ગ્લોબલે તેના ડ્રોન DJI Mavic 3 Proથી આ તસવીરો લીધી છે, જેમાં માઉન્ટ એવરેસ્ટની તસવીરો લેવા માટે આ ડ્રોન 3500 મીટરની ઊંચાઈએ ઊડી રહ્યું છે.

માઉન્ટ એવરેસ્ટનો આ વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો અદ્ભુત છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી હવે એવરેસ્ટ પર ચઢવાની જરૂર નથી. હવે તે તેની બકેટ લિસ્ટમાંથી તેને બહાર કરી શકે છે. અન્ય યુઝરે સૂચવ્યું કે, ‘તિબેટ તરફથી ડ્રોન મોકલીને આવા વીડિયો કેપ્ચર કરવા જોઈએ.’

આ પણ વાંચોઃ ખેડૂતોને અપાશે ડ્રોન પાયલટ તાલીમઃ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે નવી પહેલ

Back to top button