WhatsApp લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર, અલગ-અલગ ભાષાઓમાં કરી શકાશે ચેટ
- WhatsAppમાં આવી રહ્યું છે ટૂંક સમયમાં ટ્રાન્સલેટનું ફીચર
- વોટ્સએપના દરેક મેસેજને અલગ-અલગ ભાષાઓમાં કરી શકાશે અનુવાદ
HD ન્યૂઝ ડેસ્ક, 14 જુલાઈ: જો આપણે આજે સ્માર્ટફોનમાં હાજર સૌથી મહત્વપૂર્ણ એપ્લિકેશન વિશે વાત કરીએ, તો સૌથી પહેલા WhatsAppનો ઉલ્લેખ કરવામાં આવશે. વિશ્વભરમાં લગભગ 2.4 બિલિયન લોકો તેમના ફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે. આના પરથી આપણી જરૂરિયાતનો અંદાજ લગાવી શકાય છે. વપરાશકર્તાઓ કંટાળો ન આવે તે સુનિશ્ચિત કરવા માટે કંપની નવા ફીચર્સ લાવતી રહે છે. આ સીરિઝમાં WhatsApp બહુ જલ્દી પ્લેટફોર્મ પર એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે.
વોટ્સએપ પોતાના યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મમાં ટ્રાન્સલેટ મેસેજ નામનું એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. આવનાર ફીચર યુઝર્સને લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા આપશે. ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.
Wabetainfoએ ટ્વિટ કરી આપી માહિતી
વોટ્સએપના અપડેટ્સ અને આવનારા ફિચર્સ પર નજર રાખતી લોકપ્રિય વેબસાઈટ Wabetinfoએ એપ્લીકેશનમાં આવતા ટ્રાન્સલેટ મેસેજ ફીચર વિશે માહિતી આપી છે. WhatsAppinfo અનુસાર Android 2.24.15.9 અપડેટ માટે WhatsApp બીટામાં આ ફીચર જોવા મળ્યું છે. ટ્રાન્સલેટ મેસેજ તમારા બધા વોટ્સએપ ચેટ મેસેજને ખૂબ જ સરળતાથી ટ્રાન્સલેટ કરી શકે છે.
📝 WhatsApp beta for Android 2.24.15.9: what’s new?
WhatsApp is working on a feature to translate all chat messages, and it will be available in a future update!https://t.co/Nz2qabck6K pic.twitter.com/EPD9DRPyo1
— WABetaInfo (@WABetaInfo) July 12, 2024
Wabateinfo દ્વારા આગામી ફીચરને લઈને સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે યુઝર્સને એપમાં મેસેજ ટ્રાન્સલેટ કરવાનો વિકલ્પ મળશે. તેમાં એક ટૉગલ આપવામાં આવશે, એકવાર સક્ષમ થયા પછી તમારા WhatsApp મેસેજોનું ભાષાંતર કરી આપશે આ ફીચર.
આ ફીચર દ્વાર ઘણી ભાષાઓમાં કરી શકાશે અનુવાદ
વોટ્સએપના ટ્રાન્સલેટ મેસેજ માત્ર હિન્દીમાંથી અંગ્રેજી અથવા અંગ્રેજીથી હિન્દીમાં જ નહીં પરંતુ અન્ય ઘણી ભાષાઓમાં પણ વોટ્સએપ મેસેજોનું અનુવાદ કરી શકશે. પ્રારંભિક તબક્કામાં આ સુવિધામાં અરબી, સ્પેનિશ, પોર્ટુગીઝ, હિન્દી, રશિયન સહિત ઘણી ભાષાઓને સપોર્ટ કરી શકે છે. કંપની ભવિષ્યમાં આ ફીચરમાં અન્ય ઘણી ભાષાઓ પણ ઉમેરી શકે છે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક જોવાનું મન છે? આ એપ્લિકેશન પર ફ્રીમાં જોઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો