ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું…

Text To Speech
  • પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે, અને કહ્યું છે કે…

દિલ્હી, 14 જુલાઈ: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાં માડ માડ બચ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી તેમને રજા પણ આપવામાં આવી છે. ટ્રમ્પ પર હુમલા બાદ દુનિયાભરના તમામ નેતાઓ તેમના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે ટ્રમ્પના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ કરી X પર પોસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘મારા મિત્ર, ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. અમારા વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો, ઘાયલો અને અમેરિકન લોકો સાથે છે.’

 

ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હતો હુમલો

અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. દરમિયાન અહીંના અગ્રણી નેતાઓ પોતપોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ જ ક્રમમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન પ્રમુખની ચૂંટણી પહેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા મોટી હિંસક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ફાયરિંગની ઘટના પેન્સિલવેનિયાના બટલરમાં બની હતી. આ ઘટના બાદ અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પને અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ સ્ટેજ પરથી બહાર લઈ ગયા હતા.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ પર થયું ફાયરિંગ, શૂટરનું મૃત્યુ, જૂઓ વીડિયો

Back to top button