ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતમાં યોજાશે 2025નો ICC મહિલા વર્લ્ડકપ

Text To Speech

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ 2024થી 2027 દરમિયાન મહિલાઓની ચાર મેજર વિમેન્સ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી દીધી છે. આ અંતર્ગત વર્ષ 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થશે. વર્ષ 2024માં વર્લ્ડ કપની શરુઆત બાંગ્લાદેશથી થશે જેમાં 10 ટીમોની વચ્ચે 23 મેચ રમવામાં આવશે. ત્યાર બાદ 2025માં ભારતમાં વર્લ્ડ કપ યોજાશે જે પછી ટી-20 વર્લ્ડ કપ યોજાશે.

ભારતમાં વર્લ્ડકપ યોજાશે 

બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આઇસીસીએ આ કાર્યક્રમ પર મહોર મારી દીધી હતી. જેમાં બે ટી-20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવામાં આવશે. વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે. જેનું આયોજન વર્ષ 2027માં થવાનું છે. આઇસીસીની જાહેરાત અંતર્ગત ભારતમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. બીસીસીઆઇ વર્ષ 2025માં મહિલા વન ડે વર્લ્ડકપની યજમાની કરશે.

ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે

ભારતમાં આઇસીસીની પાંચમી મહિલા ટૂર્નામેન્ટ હશે. ભારત અત્યાર સુધીમાં 3 વન-ડે વર્લ્ડકપ અને એક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. આ સાથે મહિલા આઇસીસી ટુર્નામેન્ટ નવ વર્ષ બાદ ભારત પરત ફરશે. ભારતે છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. છેલ્લે 2013માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાયો હતો. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે. જેની વચ્ચે 31 મુકાબલા થશે. જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે.

Back to top button