અમદાવાદઃ મોહરમ નિમિતે”એકતાનો એક રંગ” રક્તદાન શિબિર યોજાયો; જાણો શું કહ્યું પોલીસ કમિશ્નર GS મલિકે?

અમદાવાદ 13 જુલાઈ 2024 : અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશન ખાતે શહેર પોલીસ દ્વારા આવનારી 17 જુલાઈએ દેશભરમાં મોહરમનો તહેવાર આવતો હોવાથી તમામ ધર્મોમાં એકતા જળવાઈ રહે જે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી શાંતિ સમિતિ તથા શહેર તાજીયા કમિટી, અને શહેર પોલીસે સંયુક્ત રીતે મળીને બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર જીએસ મલિક, સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, જેસીપી અજય ચૌધરી, જોન 2 ડીસીપી શ્રીપાલ ચેશ્મા, ATS ડીસીપી સુનિલ જોશી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બાપુનગર અને જગન્નાથ મંદિરે યોજાયો હતો બ્લડ કેમ્પ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકનાં તમામ ધર્મમાં એકતા જળવાઈ રહે તેવા ઉચ્ચ પ્રેરણા માર્ગદર્શન વિચારો થકી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્લડ કેમ્પ યોજાઇ રહ્યા છે. આજ રીતે થોડા દિવસ અગાઉ જગન્નાથ મંદિર ખાતે તેમજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે એકતાનો એક રંગ” રક્તદાન યોજવામાં આવ્યો હતો. અને તમામ ધર્મના લોકો શહેર પોલીસ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પોલીસ કર્મચારીઓએ બ્લડ કેમ્પમાં ખડે પગે સેવા આપી
શહેર પોલીસના સૂત્ર મુજબ “સભી ધર્મ કી એક પુકાર એકતા કો કરો સાકાર” મોહરમ નિમિત્તે આયોજિત “એકતાનો એક રંગ” રક્તદાન શિબિરમાં ઝોન 2 વિસ્તારમાં આવતાં ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, ઇસનપુર, દાણીલીમડા, કાગડાપીઠ અને કારંજ પોલીસ સ્ટેશનનાં પીઆઈ સહીત તમામ કક્ષાના કર્મચારીઓ ખડે પગે માનવ સેવાના રક્તદાન શિબિરમાં હાજર કાર્ય કર્યું હતું.
500 બોટલ રક્તદાન થશે
કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ પી ટી ચૌધરીએ એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સાંજના પાંચ વાગ્યા સુધી 320 બોટલ જેટલું રક્તદાન થયું હતું જે સાંજના 7 PM સુધી 500 બોટલ સુધી પહોંચવાડવાનું લક્ષ્ય છે. પોલીસ સ્ટેશનના વિસ્તાર વાઇઝ વાત કરીએ તો કારંજમાં 56 રખિયાલમાં 23 સાબરમતીમાં 8 સહિત તમામ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાના સમાજસેવીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાયું હતું.
રક્તનો કોઈ ધર્મ નથી હોતો: GS મલિક
કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું અહીંયા ડીસીપી ક્રાઈમ હતો ક્યારે આવા કોઈ કાર્યક્રમ નહોતા થતા ક્યારે અમારો પ્રયત્ન એ જ છે થઈ શકે એટલું અમે એકતા સ્થાપવાનો સમાજમાં પ્રયાસ કરીએ પછી તે હિન્દુ હોય મુસ્લિમ હોય જે રીતે રક્તનો કોઈ ધર્મ નથી હોતો દરેક ધર્મના લોકો અહીંયા રક્તદાન કરે છે અને રક્તદાન થકી રક્ત મેળવે છે. એ સૌથી મોટું “એકતાનો એક રંગ” નું ઉદાહરણ છે. ખાસ કરીને તાજીયા કમિટી તેમજ શાંતિ સમિતિના આગેવાનોએ તમામ પોલીસ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું અને આવકાર્યા હતા
આ પણ વાંચો : છેતરપીંડીથી મેળવેલા રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલવાનું રેકેટ ઝડપાયું; જાણો મોડસ ઓપરેન્ડી!!