ધ્રુવ રાઠીના નામના પેરોડી એકાઉન્ટમાંથી લોકસભા સ્પીકરની પુત્રી પર કરવામાં આવી ફેક પોસ્ટ, FIR નોંધાઈ
- આ પોસ્ટ Dhruv Rathee (paro- dy) @dhruvrahtee નામની આઈડીથી કરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
દિલ્હી, 13 જુલાઈ: પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીના પેરોડી એકાઉન્ટ (ફેન પેજ) પરથી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલી અરોરા વિશે ફેક પોસ્ટ કરવામાં આવી છે. જે બાદ આ મામલામાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની માનહાનિની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય આઈટી એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
કોણે કરી ફેક પોસ્ટ?
આ પોસ્ટ Dhruv Rathee (paro- dy) @dhruvrahtee ના નામથી કરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંજલિ બિરલાના સંબંધીની વિનંતી પર કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં યુટ્યુબરનું નામ છે, પરંતુ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે જે એકાઉન્ટમાંથી આ ટ્વીટ કરવામાં આવી હતી તે સાચું છે કે કેમ, આ સિવાય એકાઉન્ટ કોણ સંભાળે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કોણ છે ધ્રુવ રાઠી?
ધ્રુવ રાઠી એક યુટ્યુબર છે. તેનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો. તેણે દિલ્હીથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી જર્મનીથી એન્જિનિયરિંગ કર્યું છે. યુટ્યુબની સાથે, તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ છે. સોશિયલ મીડિયાની દુનિયામાં તેના લાખો ફોલોઅર્સ છે. ધ્રુવ રાઠી તેના એક્સપ્વેનર વીડિયો માટે જાણીતો છે, જેમાં તે કોઈપણ વિષયને ખૂબ જ વિગતવાર સમજાવે છે. તે વખત મોદી સરકારનો ટીકાકાર છે. હાલમાં જ તે ચર્ચામાં એટલા માટે હતા કારણ કે તેણે ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે મોદી શાસનમાં દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો: વીડિયોઃ મોટાં કાવતરાંનો પર્દાફાશ, રેડિયોએક્ટિવ સામગ્રી-રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ ઝડપાયા