ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી થઈ ગઈ શરૂ

Text To Speech
  • દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી પર સમગ્ર દેશની નજર
  • 10 જુલાઈએ બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા સીટો પર થયું હતું મતદાન

દિલ્હી, 13 જુલાઈ: બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી બાદ થઈ રહેલી આ રાજકીય ગતિવિધિ પર સમગ્ર દેશની નજર છે. એનડીએ અને ઈન્ડી બંને ગઠબંધન 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દ્વારા તેમની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર મતગણતરી થઈ શરૂ

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. NDA અને I.N.D.I.A બંને જોડાણોએ પેટાચૂંટણીમાં પોતપોતાની જીતનો દાવો કર્યો છે.

અમરવાડા વિધાનસભા બેઠક પર પણ આજે મતગણતરી

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની અમરવાડા વિધાનસભા બેઠક પર પણ આજે મતગણતરી થઈ રહી છે. અહીં 10 જુલાઈના રોજ 78.71% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બધાની નજર ઉત્તરાખંડની 2 સીટો પર

ઉત્તરાખંડની બે વિધાનસભા સીટો મેંગ્લોર અને બદ્રીનાથમાં મતદાન બાદ હવે તમામની નજર પરિણામો પર છે. મેંગલોર વિધાનસભા પેટાચૂંટણીમાં 68.24 ટકા અને બદ્રીનાથ સીટ પર 51.43 ટકા મતદાન થયું હતું. આ બંને બેઠકો પરની મત ગણતરી હવેથી ટૂંક સમયમાં શરૂ થશે.

બિહારની રૂપૌલી સીટ પર પણ 8 વાગ્યાથી મતગણતરી થઈ શરુ

બિહારની રૂપૌલી વિધાનસભા સીટ પર 10 જુલાઈના રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. આ પેટાચૂંટણીમાં 57 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે આ બેઠક પર મતગણતરી ચાલી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : MLC ચૂંટણીમાં NDA ના તમામ 9 ઉમેદવારની જીત થઈ

Back to top button