ટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ જતી બસને નડ્યો અકસ્માત; 9ના મૃત્યુ, 15 થી વધુ ઘાયલ

Text To Speech
  • બેંગલુરુથી તિરુપતિ જઈ રહેલી એક બસને ટ્રકે ટક્કર મારી છે. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે

બેંગલુરુ, 12 જુલાઈ: કોલાર નજીક શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. આ બસ મુસાફરો સાથે બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતનો વીડિયો આવ્યો પ્રકાશમાં

આ માર્ગ અકસ્માત કોલાર નજીક નરસાપુરમાં થયો હતો. બસ બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. અકસ્માત બાદનો ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે, વીડિયોમાં બસ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોઈ શકાય છે. તે સ્થળ પર ટ્રક પણ દેખાય છે. પેસેન્જર બસના ફુરચા ઊડી ગયા છે અને રસ્તા પર પડ્યા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો.

અહીં જૂઓ વીડિયો:

 

રાહત અને બચાવ કાર્ય ચાલુ

ઘટના બાદ સ્થાનિક પોલીસને અકસ્માતની માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, ત્યાર બાદ પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરી રસ્તો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે. કર્ણાટકમાં 24 કલાકમાં આ બીજી મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે પણ માંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકામાં શ્રીરામનહલ્લી ગેટ પાસે કાર અને કેન્ટર વાહન વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. કાર હોલાલકેરેથી મૈસુર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો.

આ પણ વાંચો: જયપુર : સ્પાઈસજેટ સ્ટાફે CISF જવાનને ફડાકો ઝીંક્યો, જૂઓ Video

Back to top button