ટોપ ન્યૂઝટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડવીડિયો સ્ટોરી

ઈંગ્લેન્ડના એક ગુરુદ્વારામાં કિશોર દ્વારા લોકો પર કીરપાણ વડે હુમલો, હત્યાના પ્રયાસમાં ધરપકડ

Text To Speech
  • ધરપકડ દરમિયાન કેન્ટ પોલીસ અને આરોપી કિશોર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી

ઈંગ્લેન્ડ, 12 જુલાઇ: કેન્ટના ગ્રેવસેન્ડમાં આવેલા ગુરુ નાનક દરબાર ગુરુદ્વારામાં એક કિશોર કીરપાણ લઈને ઘૂસી ગયો હતો અને ત્યાં ગુરુદ્વારામાં રહેલા લોકો પર હુમલો કરવા લાગ્યો હતો. જેને પગલે કેન્ટ પોલીસ દ્વારા હત્યાના પ્રયાસના આરોપ હેઠળ આ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન પોલીસ અને આરોપી કિશોર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. સશસ્ત્ર પોલીસે ઝપાઝપી દરમિયાન કિશોરને ફ્લોર પર સુવડાવી દીધો જેથી તે કોઈ પર હુમલો કરી શકે નહીં અને ત્યારબાદ પોલીસ તેની ધરપકડ કરી હતી.

 

ઘટના અંગે સ્થાનિકો અને પોલીસની શું કહેવું છે?

સ્થાનિકોનું કહેવું છે કે, રાત્રિ દરમિયાન કેન્ટના ગ્રેવસેન્ડમાં એક વ્યક્તિ ગુરુદ્વારામાં ઘૂસી ગયો અને લોકો પર કીરપાણ વડે હુમલો કરવા લાગ્યો હતો. જેને પગલે સશસ્ત્ર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વીડિયો ફૂટેજમાં અધિકારીઓ ફ્લોર પર આરોપી સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે. તેના ચહેરા પર લોહી હોય તેવું લાગી રહ્યું છે અને કેટલાક પોલીસ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ દ્વારા વિસ્તારના મોટા ભાગોને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેઓને રાત્રે 8 વાગ્યા પછી ગુરુ નાનક દરબાર ગુરુદ્વારા બોલાવવામાં આવ્યા હતા અને નજીકમાં એર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી હતી.

આ હુમલાની ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ હતી પરંતુ પોલીસે જણાવ્યું હતું કે, તેમની ઇજાઓ જીવન માટે જોખમી હોવાનું માનવામાં આવતું નથી. એક પ્રવક્તાએ કહ્યું હતું કે, “ગ્રેવસેન્ડમાં સેડિંગ્ટન સ્ટ્રીટ પરના ગુરુદ્વારામાં ગરબડના રિપોર્ટ મળતા કેન્ટ પોલીસને ગુરુવાર, 11 જુલાઈના રોજ રાત્રે 8.10 વાગ્યે બોલાવવામાં આવી હતી. એક 17 વર્ષીય કિશોરની હત્યાના પ્રયાસની આશંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ આ ઘટનાના સંબંધમાં અન્ય કોઈને શોધી રહી નથી પરંતુ પૂછપરછ ચાલુ છે.”

આ પણ જૂઓ: ઉમર અને ફારૂક અબ્દુલ્લા ભારતમાં પાકિસ્તાનના રાજદૂત છે: ભાજપના નેતાના તીખા પ્રહારો

Back to top button