ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

એપલ સાઈડર વિનેગર, ફક્ત ફાયદો જ નહીં, નુકસાન પણ આપી શકે

  • એપલ સાઈડર વિનેગર વિશે તમે ઘણું સાંભળ્યું હશે, તે હેલ્થ રિલેટેડ અનેક સમસ્યાઓમાં વપરાય છે, પરંતુ કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ ફાયદાના બદલે નુકસાન પણ આપી શકે છે

આજકાલના યુવાનો સુંદર ત્વચાથી લઈને ટોન્ડ ફિગર સુધીનું સપનું પુરૂ કરવા માટે એપલ સાઈડર વિનેગરની મદદ લઈ રહ્યા છે. તેમાં અનેક પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, એન્ઝાઈમ અને એસિટિક એસિડ રહેલા હોય છે. તે પાચનને યોગ્ય રાખવામાં, મેદસ્વીતાને કન્ટ્રોલ કરવામાં અને સાથે હાર્ટ અને ત્વચાના આરોગ્યને જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે. શરીર માટે તે આટલું ફાયદાકારક હોવા છતાં તેનો ઉપયોગ આંખ બંધ કરીને કરી શકાતો નથી. એપલ સાઈડર વિનેગરનો જરૂર કરતા વધુ ઉપયોગ તમારી હેલ્થને ફાયદાના બદલે નુકશાન પહોંચાડી શકે છે. જાણો એપલ સાઈડર વિનેગરની આવી જ કેટલીક સાઈડ ઈફેક્ટ્સ વિશે.

એપલ સાઈડર વિનેગર, ફક્ત ફાયદો જ નહીં, નુકશાન પણ આપી શકે hum dekhenge news

ડાઈજેશન પર પડે છે ખરાબ અસર

એપલ સાઈડર વિનેગર જરૂરિયાત કરતા વધુ પીવાથી ડાઈજેશનને નુકસાન પહોંચે છે. તેમાં હાઈ એસિડ હોવાના કારણે તે પેટની પરતને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તે ડાઈજેસ્ટિવ સિસ્ટમને ખરાબ કરી શકે છે.

હાડકાને નુકસાન

લાંબા સમય સુધી મોટી માત્રામાં એપલ સાઈડર વિનેગરનું સેવન શરીરમાં પોટેશિયમના સ્તરને ઘટાડ છે. પોટેશિયમની કમીથી ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓમાં હાડકાની હેલ્થ માટે પોટેશિયમ જરૂરી છે. પોટેશિયમનું નિમ્ન સ્તર વ્યક્તિની ત્વચાને ડ્રાય બનાવે છે અને ખીલની સમસ્યા પણ થઈ શકે છે.

દાંતને નુકસાન

એપલ સાઈડર વિનેગર વધુ પડતું એસિડિક હોય છે, તેથી તેનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા દાંતના ઈનેમલને નુકસાન પહોંચાડી શકે છે. તેનો જરૂર કરતા વધુ ઉપયોગ દાંતની સંવેદનશીલતા અને અન્ય દાંતની સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

ગળામાં બળતરા

એપલ વિનેગરમાં એસોફેજિયલ (ગળામાં) બળતરા ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. બાળકો દ્વારા ભૂલથી ગળી જવામાં આવેલા લિક્વિડ પદાર્થોની સમીક્ષામાં એવું જાણવા મળ્યું હતું કે વિનેગરના એસિડિક એસિડે ગળામાં બળતરા ઉત્પન્ન કરી હતી.

ત્વચા સળગે છે

એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ હોમમેડ સ્કિન ટોનરથી લઈને ફેસ પેક અને ફેસ સ્ક્રબમાં પણ કરવામાં આવે છે, પરંતુ જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે તેનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી તમને ત્વચામાં બળતરા અનુભવાઈ શકે છે.

આ પણ વાંચોઃ લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો વજન ઝડપથી ઘટાડશે

Back to top button